<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th April 2025

વિદ્યાર્થીઓ શિક્ષા - સિધ્‍ધિઓનો લોકો માટે ઉપયોગ કરે : આચાર્ય દેવવ્રતજી

રાજ્‍યપાલશ્રીનાં અધ્‍યક્ષસ્‍થાને મહારાજા કળષ્‍ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીનો ૯મો વાર્ષિક પદવીદાન સમારોહ યોજાયોઃ ૯૦ વિદ્યાર્થીઓને ૮૮ મેડલ એનાયત : ૧૨ વિદ્યાશાખાના ૧૩,૯૬૫ વિદ્યાર્થીઓને ડીજી લોકર એપ્‍લિકેશનના માધ્‍યમથી ડિગ્રી સર્ટિફિકેટ અપાયા

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૩૦:  રાજ્‍યપાલ  આચાર્ય દેવવ્રતજીના અધ્‍યક્ષસ્‍થાને મહારાજા કળષ્‍ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીનો ૯ મો વાર્ષિક પદવીદાન સમારોહ અટલ ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો. કેન્‍દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા અને શિક્ષણ રાજ્‍યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાની વિશેષ ઉપસ્‍થિતિમાં યોજાયેલ આ પદવીદાન સમારોહમાં રાજ્‍યપાલશ્રીના હસ્‍તે ૪૪ ગોલ્‍ડ મેડલ, ૧૨ સિલ્‍વર મેડલ અને ૩૪ ગોલ્‍ડ પ્‍લેટેડ સિલ્‍વર મેડલ મળીને કુલ-૯૦ વિદ્યાર્થીઓને ૮૮ મેડલ એનાયત તથા ૧૨ વિદ્યાશાખાના ૧૩,૯૬૫ વિદ્યાર્થીઓને ડીજી લોકર એપ્‍લિકેશનના માધ્‍યમથી ડિગ્રી સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્‍યા હતા.

 રાજ્‍યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્‍યું કે, તમારા માતા-પિતા અને ગુરુજનોએ તમને સારુ શિક્ષણ અપાવ્‍યું છે ત્‍યારે સુશિક્ષિત હોવું પૂરતું નથી, ગુણવાન અને સુસંસ્‍કળત હોવું જરૂરી છે. તમે જે વિષયનું શિક્ષણ મેળવ્‍યું છે એ શિક્ષણનો પરિવાર, સમાજ અને રાષ્‍ટ્રના ભલા માટે ઉપયોગ કરીએ. આપણે મૂલ્‍યનિષ્ઠ, સભ્‍ય અને સમાજ પ્રત્‍યે જવાબદેહ રહેવું જરૂરી છે. પદવી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ દેશની ઉન્નતિ અને ભવિષ્‍ય નિર્માણમાં પોતાનું બહુમૂલ્‍ય યોગદાન આપવું જરૂરી છે.

રાજ્‍યપાલશ્રીએ વધુમાં જણાવ્‍યું કે, ભારતની પ્રાચીન ગુરૂકુલ પરંપરામાં પણ ઋષિમુનિઓ પોતાના શિષ્‍યોને શિક્ષા-દીક્ષા અર્પણ કરી અંતમાં સત્‍ય બોલવા, ધર્મનું આચરણ કરવા અને અભ્‍યાસમાં આળસ ન કરવાનો ઉપદેશ આપતાં હતા. તેમણે પદવી ધારણ કરતા વિદ્યાર્થીઓને સ્‍વાધ્‍યાયમાં - જ્ઞાન ઉપાર્જનમાં કયારેય આળસ નહીં કરવા જણાવ્‍યું હતું.

વિદ્યાર્થીઓને પ્રાપ્ત કરેલી શિક્ષા અને સિદ્ધિઓ પોતાના પૂરતી સીમિત ન રાખતા લોકઉપયોગી થાય જેમાં લોકોનું કલ્‍યાણ થાય એ દિશામાં ઉપયોગ કરવા સૂચન કર્યું હતું. તેમજ ‘માતળદેવો ભવઃ પિતળ દેવો ભવઃ, આચાર્ય દેવો ભવઃ અને અતિથિ દેવો ભવઃ' ના આપણા સંસ્‍કળતિભાવને હૃદયમાં ઉતારવા જણાવ્‍યું હતું.

કેન્‍દ્રીય રાજ્‍યમંત્રી નિમુબેન બાંભણીયાએ જણાવ્‍યું કે, આજનો દિવસ શૈક્ષણિક ઉત્‍સવનો છે તેમ કહી તેમણે નેક નામદાર મહારાજા કળષ્‍ણકુમારસિંહજીએ કરેલા પ્રજા કલ્‍યાણ કાર્યોને બિરદાવ્‍યા હતાં.તેમણે કહ્યું કે, આજના પદવીદાન સમારોહમાં ૮૮ પૈકી ૬૨ જેટલાં મેડલ્‍સ તો માત્ર બહેનોએ મેળવ્‍યાં છે. જે દર્શાવે છે કે, આજના સમયમાં મહિલાઓએ દરેક ક્ષેત્રમાં આગળ વધીને સફળતા હાંસલ કરી રહી છે. તેમણે કહ્યું કે, આજે પદવી મેળવ્‍યાં બાદ તમારી જવાબદારી વધે છે એટલે રાષ્‍ટ્ર નિર્માણમાં યોગદાન આપવા, વિકસિત ભારતના સંકલ્‍પને સાકાર કરવામાં તમારું યોગદાન ખૂબ જ મહત્‍વપૂર્ણ બની રહેશે. આજના સમયમાં ખૂબ જ ઝડપથી બદલાવ આવી રહ્યો છે ત્‍યારે બદલાતા સમયમાં નવી તકોને ઓળખવાની આવશ્‍યકતા છે.

આ અવસરે શિક્ષણ રાજ્‍યમંત્રી  પ્રફુલભાઈ પાનશેરીયાએ પદવી મેળવનાર સૌ વિદ્યાર્થીઓને શુભેચ્‍છા પાઠવતાં જણાવ્‍યું કે, ત્‍યાગીને ભોગવી જાણે તેનું ઉત્તમ ઉદાહરણ એટલે મહારાજા કળષ્‍ણકુમારસિંહજી. જેમના નામ સાથે જે યુનિવર્સિટીનું નામ જોડાયેલું છે એવા મહારાજા કળષ્‍ણકુમારસિંહજીએ આઝાદીના સમયે ૫૬૨ રજવાડાઓમાંથી સૌથી પહેલું રાજ્‍ય દેશને અર્પણ કર્યું હતું એ યુનિવર્સિટીના વિદ્યાર્થી હોવાનું ગૌરવ હોવું જોઈએ.

આ સમારંભમાં શિક્ષા સંસ્‍કળતિ ઉત્‍થાન ન્‍યાસ (નવી દિલ્લી) ના રાષ્‍ટ્રીય સચિવ ડૉ. અતુલ કોઠારીએ દીક્ષાંત પ્રવચન કરતાં જણાવ્‍યું કે, પ્રાચીન ભારતમાં ગુરુકુળ શિક્ષણ પ્રણાલી હતી એ પ્રમાણે ભારતીય મૂલ્‍યો પર આગળ વધવા તેમણે વિદ્યાર્થીઓને અપીલ કરી હતી.

આ તકે રાજ્‍યપાલશ્રીના હસ્‍તે ડીજી લોકર એપ્‍લિકેશન પર યુનિવર્સિટીનો ડેટા લોન્‍ચ કરવામાં આવ્‍યો હતો. જેમાં વર્ષ-૨૦૧૬ થી જૂન-૨૦૨૪ સુધીની કુલ-૭,૬૨,૭૮૮ માર્કશીટનો ડેટા ઉપલબ્‍ધ બનશે. વિદ્યાર્થીઓ ડિગ્રી તેમજ માર્કશીટ ‘ડિજિટલ લોકર'એપ્‍લિકેશનના માધ્‍યમથી ડાઉનલોડ કરી શકશે. આ પ્રસંગે મેયર  ભરતભાઇ બારડ, ધારાસભ્‍યો જીતુભાઇ વાઘાણી, સેજલબેન પંડયા, જિલ્લા કલેકટર ડૉ. મનીષ કુમાર બંસલ, જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, પોલીસ અધીક્ષક ડૉ. હર્ષદ પટેલ, યુવરાજસાહેબ શ્રી જયવીરરાજસિંહ ગોહિલ સહિત શિક્ષણ જગતના અગ્રણીઓ અને મોટી સંખ્‍યામાં વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.(

(12:22 PM IST)