<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th April 2025

પોરબંદરમાં ક્રિકેટ મેચ ઉપર સટ્ટો ખેલતા ર યુવાનો સામે ગુન્‍હોઃ ફોન અને રોકડ સહિત ૩૩પ૦૦નો મુદામાલ જપ્ત

પોરબંદર, તા., ૩૦: ક્રિકેટ મેચ ઉપર સટ્ટો ખેલતા ર યુવાનો સામે ગુન્‍હો એલસીબીએ નરસંગ ટેકરીના એપાર્ટમેન્‍ટમાં દરોડો પાડતા પ્રવિણ વિજયભાઇ નામનો યુવાનો મોબાઇલ ફોન અને રોકડ ૩૩પ૯૦ ની રોકડ સાથે ઝડપાઇ ગયો હતો. સાથે સટ્ટાના કપાત કરાવતો બીજો યુવાન જે હાજર નહી મળેલ નીતીન ઉર્ફે નીતુ દેવજીભાઇને પકડવા પોલીસે તપાસ હાથ ધરી છે.

એલ.સી.બી. ઇન્‍ચાર્જ પો.ઇન્‍સ. શ્રી આર.કે.કાંબરીયાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્‍ટાફ  પેટ્રોલીંગમાં  હતા દરમ્‍યાન  HC ઉદયભાઇ વરૂ તથા PC વિરેન્‍દ્રસિંહ પરમારને બાતમી આધારે, નરસંગ ટેકરી ગલીમાં જાહેરમાં પ્રવિણ વિજયભાઇ જોરા ઉ.વ.૩૭ રહે. નરસંગ ટેકરી શિવ સંસ્‍કળતિ એપાર્ટમેન્‍ટ વાળાને ૨૦-૨૦ ઓવરના આઇ.પી.એલ. - ૨૦૨૫ ટુર્નામેંટમાં કલક્‍તા નાઇટ રાઇડર્સ તથા દિલ્‍હી કેપીટલ્‍સની ટીમના ક્રિકેટ મેચ ઉપર પોતાના મોબાઇલ ફોનમાં વેબસાઇટ ઉપરની આઇ.ડી. માં તથા લાઇનના મોબાઇલ નંબર ઉપર ખેલાડીઓના રનફેર તથા ઓવર ઉપર સેસનનો  હારજીતનો જુગાર રમતા મોબાઇલ ફોન નંગ-૦૧ કિ.રૂા. ૧૦,૦૦૦/- તથા રોકડા રૂા. ૨૩,૫૯૦/- મળી કુલ રૂ. ૩૩,૫૯૦/-ના મુદામાલ સાથે ઝડપી લીધો છે.

આ દરોડામામાં  આઇ.ડી. તથા લાઇનના મોબાઇલ ફોન નંબર આરોપી નં.ર નીતીન ઉર્ફે નીતુ દેવજીભાઇ જુંગી રહે. ઝુરીબાગ વાળાએ આપેલ હોય અને ક્રીકેટ મેચના સટ્ટાની કપાત આરોપી નં.ર પાસે કરાવતો હોય. જેથી  બંન્ને આરોપીઓ વિરૂદ્ધ કમલાબાગ પો.સ્‍ટે. માં ગુન્‍હો નોંધાયો છે.

ક્રિકેટ સટ્ટા અંગે દરોડાની કામગીરીમાં LCB I/C PI શ્રી આર.કે.કાંબરીયા તથા ASI રાજેન્‍દ્રભાઈ જોષી, રણજીતસિંહ દયાતર, ગોવિંદભાઇ મકવાણા, મુકેશભાઇ માવદીયા તથા HC ઉદયભાઇ વરૂ, સલીમભાઇ પઠાણ, ઉપેન્‍દ્રસિંહ જાડેજા, હીમાંશુભાઇ મક્કા, કુલદીપસિંહ જાડેજા, લક્ષ્મણભાઇ ઓડેદરા, જીતુભાઇ દાસા તથા WASI લાખીબેન મોકરીયા તથા રૂપલબેન લખધીર તથા WHC નાથીબેન કુછડીયા તથા PC નટવરભાઇ ઓડેદરા, વિરેન્‍દ્રસિંહ પરમાર તથા ડ્રા. HC ગોવિંદભાઇ માળીયા વિગેરે રોકાયેલ હતા.

(12:31 PM IST)