News of Wednesday, 30th April 2025
રાજકોટ ગુરૂકુલનું વધુ એક સોપાનઃ કાલે ભચાઉમાં ગુરૂકુલનું ભૂમિપૂજન
સંતોના આશીર્વાદથી શિક્ષણ, સંસ્કાર અને સુવિધા સંગમ

રાજકોટ, તા., ૩૦ : આજથી ૭૭ વર્ષ પૂર્વે શાષાીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટ શહેરમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાની શરૂઆત કરી. ગ્રામ્ય વિસ્તારના જરૂરિયાતમંદ બાળકોને એક દિવસના એક રૂપિયા ટોકન ફી માં છાત્રાલય સાથે ભોજન વ્યવસ્થા તેમજ શિક્ષણની તમામ સુવિધાઓ બાળકોને પૂરી પાડવામાં આવે છે. હવે ભચાઉમાં ગુરૂકુલ નિર્માણ પ્રારંભ થશે.પરમ પૂજ્ય શ્રી દેવકળષ્ણદાસજી સ્વામીનાં શુભ આશીર્વાદ સહ પરમ પૂજ્ય મહંત સ્વામી શ્રી દેવપ્રસાદજી સ્વામીના માર્ગદર્શન નીચે ૨૮૫ ઉપરાંત જીવન સમર્પિત કરનાર પવિત્ર સંતો દ્વારા દેશ વિદેશમાં ૬૦ ઉપરાંત ગુરુકુલ સંસ્થાઓમાં ચાલુ વર્ષે ૪૫૦૦૦ ઉપરાંત બાળકો વિદ્યા,સદવિદ્યા અને બ્રહ્મ વિદ્યા નું શિક્ષણ મેળવી રહ્યા છે. લોક ઉદ્ધાર અને સુધાર માટે સામાજિક, આધ્યાત્મિક,શૈક્ષણિક તેમજ આરોગ્ય લક્ષી અનેકવિધ સેવા પ્રવળત્તિઓ રાજકોટ ગુરુકુલ દ્વારા કરવામા આવે છે.
કચ્છ ભુજ જિલ્લાના ભચાઉ શહેરમાં ગુરુકુલની નૂતન શાખા શરૂ કરવાનું આયોજન કર્યું છે. જેમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારના બાળકોને સંસ્કારયુક્ત શિક્ષણનો વિશેષ લાભ મળે તેમજ જરૂરિયાતમંદ લોકોને સામાજિક સેવા ના વિવિધ પ્રકલ્પોનો લાભ મળે તેવા ઉમદા હેતુથી ગુરુકુલ નો પ્રારંભ કરવામાં આવેલ છે. કાલે તા. ૧ મે ૨૦૨૫ના રોજ સાંજે ૫ વાગ્યે આહીર સમાજ ની વાડી પાછળ, ભુજ રોડ, ભચાઉ ખાતે શિલાન્યાસ સમારોહનું શ્રી દેવકળષ્ણદાસજી સ્વામી તથા પરમ પૂજ્ય મહંત સ્વામી શ્રી દેવપ્રસાદદાસજી સ્વામી ના દિવ્ય સાનિધ્યમાં આયોજન કરવામાં આવેલ છે. જેમાં પુ. ઘનશ્યામ સ્વામી, નારાયણ પ્રસાદ સ્વામી, જ્ઞાન સ્વરૂપ સ્વામી, ધર્મ વલ્લભ સ્વામી, પ્રભુ ચરણ સ્વામી, કળષ્ણ પ્રિય સ્વામી વગેરે સંતોની પાવન ઉપસ્થિતિ રહેશે. ફુલભાઇ પાનસુરીયા (શિક્ષણ મંત્રી), વિનોદભાઈ ચાવડા(સાંસદ ) વગેરે રાજકીય આગેવાન તથા દેશ વિદેશના સામાજિક મહાનુભાવો તેમજ વિશિષ્ટ અધિકારીશ્રીઓ હરિભક્તો ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે ત્રીદિનાત્મક અખંડ ધૂન, જનમંગલ યજ્ઞ. ભગવાન શ્રી સ્વામિનારાયણની ચરણ પાદુકાનું પૂજન,જળા અભિષેક વગેરે આધ્યાત્મિક કાર્ય સંપન્ન થશે. આ આદર્શ માનવ નિર્માણનાં મહાન પુનિત સેવા કાર્યનાં સાક્ષી બનવા ગુરુકુલ પરિવાર દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવેલ છે.
(3:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
