News of Thursday, 1st May 2025
નેવીનો સેલ અને ચરસના પેકેટ મળતા કચ્છના દરિયા કિનારે હલચલ
જોકે આ સેલ ફૂટેલો હોવાનું અને તે નેવીનો હોવાનું જણાઈ આવતા રાહત : ચરસના બે બિનવારસુ પેકેટ મળતા તપાસ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧ : કાશ્મીરમાં થયેલ આતંકી હુમલા અને તંગદીલીભરી પરિસ્થિતિ વચ્ચે કચ્છના દરિયા કિનારે સંદિગ્ધ વિસ્ફોટક સેલ તેમ જ ચરસના ૨ પેકેટ મળી આવતા એજન્સીઓ દોડતી થઈ હતી. પશ્ચિમ કચ્છ એસઓજી, સ્ટેટ આઈબી અને નેવીની ટીમ દ્વારા પિંગલેશ્વર જખૌ નજીક દરિયાકિનારે પેટ્રોલિંગ કરતી વખતે સેલ મળી આવ્યો હતો. જોકે, આ સેલ ફૂટેલો હોવાનું અને તે નેવીનો હોવાનું જણાઈ આવ્યું હતું. આ સેલ દરિયામાં જહાજને દિશા નિર્દેશ માટે વપરાતો હોવાનું જણાવાયું હતું. જે દરિયામાંથી કિનારે તણાઈ આવ્યો હોવાનું મનાઈ રહ્યું છે. બીજા બનાવમાં જખૌ નજીકના દરિયામાં પીર સૈયદ સુલેમાન ટાપુ પાસે મરીન, આઇબી અને એસઓજી પોલીસને ચરસના બે બિનવારસુ પેકેટ મળી આવ્યા હતા.
(12:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
