<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st May 2025

દ્વારકા જવા નીળેલા હરિદ્વાર સોસાયટીના ગંગાબેન ટ્રેનમાં ચડવા જતાં પટકાયાઃ મોત

જંકશન સ્‍ટેશન પર બનાવઃ ૯૦ વર્ષના વૃધ્‍ધા પુત્રવધૂ સાથે મુળ વતનમાં આટો મારવા અને દર્શન કરવા જતા હતાં: કોઠારીયા સોલવન્‍ટ પાસે રહેતાં કંસારા-પ્રજાપતિ પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૧: શહેરના જંકશન રેલ્‍વે સ્‍ટેશન પર ટ્રેનમાં ચડવા જતી વખતે પડી જતાં પગમાં ગંભીર ઇજા થતાં કોઠારીયા સોલવન્‍ટ પાસે હરિદ્વાર સોસાયટીમાં રહેતાં વૃધ્‍ધાનું મૃત્‍યુ થયું છે.

જાણવા મળ્‍યા મુજબ હરિદ્વાર સોસાયટી-૨ શેરી નં. ૫માં રહેતાં ગંગાબેન ગોવિંદભાઇ કંસારા (ઉ.વ.૯૦) નામના વૃધ્‍ધ ૨૯મીએ સવારે પુત્રવધૂ જમનાબેન દેવશીભાઇ કંસારા સાથે પોતાના મુળ વતન દ્વારકા આટો મારવા જવા અને દર્શન કરવા જવા માટે ઘરેથી નીકળી જંકશન રેલ્‍વે સ્‍ટેશને  પહોંચ્‍યા હતાં. અહિ ટ્રેનમાં ચડવા ગયા ત્‍યારે  ટ્રેન ચાલુ થઇ જતાં બેલેન્‍સ ગુમાવતાં તેઓ પડી ગયા હતાં અને પગમાં ગંભીર ઇજા પહોંચી હતી. સિવિલ હોસ્‍પિટલમાં સારવાર દરમિયાન આજે વહેલી સવારે મૃત્‍યુ નિપજતાં કંસારા પ્રજાપતિ પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

ગંગાબેનને સંતાનમાં ચાર પુત્રી અને ત્રણ પુત્ર છે. બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ, ચંદ્રસિંહ, ભગીરથસિંહ, તોૈફિકભાઇ, ધર્મેન્‍દ્રભાઇએ કરતાં રેલ્‍વે પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. (૧૪.૫)

(11:30 AM IST)