News of Thursday, 1st May 2025
પોરબંદરના મહિલા અગ્રણી હિરલબાને રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજૂ
પૈસાની લેતી દેતીની માથાકુટ અને અહપરણના ગુન્હામાં હિરલબાની ધરપકડ થઇ હતીઃ હિરલાબાના નિવાસ સ્થાન સુરજ પેલેસ દ્વારા પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૧: મહિલા અગ્રણી હિરલબા જાડેજાની હાર્બર મરીન પોલીસ સ્ટેશનના પોલીસે અગાઉની પૈસાની લેતી દેતીની માથાકુટ અને અપહરણ ના ગુન્હામાં ધરપકડ કર્યા બાદ હિરલબાને રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરાશે
મહિલા અગ્રણી હિરબાની ધરપકડ કરીને હાર્બર મરીન પોલીસે હિરલબાના નિવાસસ્થાન સુરજ પેલેસમાં સર્ચ ઓપરેશન કર્યુ હતું. પૈસાની લેતી દેતી અને અપહરણના ગુન્હામાં હિરલબા ભુરાભાઇ મુંજાભાઇ જાડેજા તથા તેની સાથે હિતેશ ભીમાભાઇ ઓડેદરા તથા વિજય ભીમાભાઇ ઓડેદરા તેમજ અન્ય ૪ થી૫ અજાણ્યા શખ્સો સામે પોલીસે ગુન્હો નોંધ્યો છે.
પૈસાની લેતી દેતી અને અપહરણની ભનાભાઇ અરજણભાઇ ઓડેદરા (ઉ.૬૪) ધંધો માળી તરીકે રહે. કુછડીવાળાએ હાર્બર મરીન પોલીસ સ્ટેશનમાં આરોપી હીરલબા ે ભુરાભાઇ મુંજાભાઇ જાડેજા રહે. સુરજ પેલેસ પોરબંદર તથા (૨) હિતેષ ભીમાભાઇ ઓડેદરા તથા (૩) વિજય ભીમાભાઇ ઓડેદરા રહે. બંન્ને જયુબેલી થી ખાપટ જતા રસ્તા નજીક પોરબંદર તથા અન્ય ચાર થી પાંચ અજાણ્યા શખ્સો સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે.
આ પોલીસ ફરીયાદમાં ભનાભાઇ અરજણભાઇએ જણાવેલ કે આરોપીઓએ રાત્રીના ફરી.ના ઘરે અજાણ્યા ચાર થી પાંચ આરોપીઓએ ગ્રળહ અપ પ્રવેશ કરી ફરી. તથા સાહેદોનુ અપહરણ કરી ફરી.ની દિકરીએ લીધેલ સીત્તેર લાખ રુપિયા કઢાવવા સારુ આરોપી (૧) હિરલબાના બંગલે લઇ જઇ આરોપી નં(૧) હિરલબા ની સામે આરોપી નં(૨) હિતેશ તથા (૩) વિજયએ ફરી.ની દિકરી સાથે ફરી. તથા તેના જમાઇની વીડીયોકોલમાં વાત કરાવી રુપિયા કઢાવવા માટે દબાણ કરી ફરી. તથા સાહેદોને જમીન,કમાન,પ્લોટ,દાગીના વિગેરે આપી દેવા દબાણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપી નં(૨) હિતેશ નાએ બળજબરીથી ફરી. પાસેથી અલગ-અલગ કુલ-૧૧ કોરા ચેકમાં સહી કરાવી લઇ લીધેલ તેમજ આરોપી નં(૩)વિજઁઁયનાએ ફરી.ની દિકરીની મરણજનાર દિકરીની નિશાની માટે રાખેલ છે.
આ ફરીયાદમાં જણાવેલ કે હાથમાંપહેરવાનો દોઢ તોલાનો સોનાનો બેરખો તથા આશરે અડધા-પોણા તોલાનો ચેઇન એમ આશરે દોઢેક લાખના દાગીના લઇ ફરી. તથા ફરી.ના જમાઇને સતર દિવસ સુધી તથા ફરી.ની ભનાભાઇ દિકરીના દિકરા રણજીતને બાર દિવસ સુધી બળજબરીથી સીત્તેર લાખ રુપિયા કઢાવી લેવા માટે આરોપી નં(૧) હિરલબાના બંગલે ગોંધી રાખી ગુન્હો કર્યા બાબત.
(11:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
