તા. ૧૩ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૬ શનિવાર
News of Thursday, 1st May 2025
સૌરાષ્ટ્રમાં અમૂક વિસ્તારોમાં ૪૦થી ૫૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશેઃ સાથે કમોસમી વરસાદ પડશે
રાજકોટ જીલ્લામાં સૌથી વધુ વરસાદ પડી શકેઃ વજુભાઇ બારૈયા

રાજકોટઃ આવતી તારીખ ૩ મે થી ૧૧ મે દરમિયાન ગુજરાત રાજ્ય માં વાતાવરણ પલ્ટો આવશે ૧ ઈંચ થી ૪ ઈંચ સુધી ભારે કમોસમી વરસાદ ની શકયતા છે. એક થી ચાર ઈંચ વરસાદ એક દિવસમાં નથી પડવાનો. ૩મે થી ૧૧ મે દરમિયાન સુધી માં પડી શકે છે, સૌથી વધુ રાજકોટ જીલ્લામાં વરસાદ પડી શકે છે કયાં વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ જામશે જેમાં ભાવનગર, અમરેલી, રાજકોટ જુનાગઢ, ગીર, સોમનાથ, જામનગર અને દ્વારકા, સુરેન્દ્રનગર, અમદાવાદ બોટાદ, થરાદ, ધાનેરા, બનાસકાંઠા સાબરકાંઠા, ડાંગ, દાહોદ, વડોદરા સુરત, સહિત સમગ્ર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. સૌરાષ્ટ્ર માં અમુક વિસ્તારોમાં ૪૦થી૫૦ કીલોમીટર ઝડપે પવન ફુંકાવાની શકયતા છે. સાથે કમોસમી વરસાદ પડી શકે છે (વજુભાઈ બારૈયા ગામ વાશીયાળી તાલુકો સાવરકુંડલા મો ૯૯૧૩૨૧૭૧૨૩)
(12:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
