<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st May 2025

અખાત્રીજના મુહુર્તમાં ટંકારામાં કડવા પાટીદાર સમાજ પ્રેરિત શ્રી ઉમિયા પરિવાર દ્વારા સમુહલગ્ન

૮ નવદંપતિ લગ્નગ્રંથીથી જોડાયાઃ રાજકીય, સામાજીક આગેવાનોની ઉપસ્‍થિતી

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા, તા. ૧: શ્રી કડવા પાટીદાર સમાજ ટંકારા પ્રેરિત ઉમિયા પરિવાર સમુહ લગ્ન સમિતિ દ્વારા અખાત્રીજના શુભ દિવસે ૧૩ મો સમૂહ લગ્ન કલ્‍યાણપર પાટિયા પાસે સ્‍થિત સમાજ વાડીમાં યોજાઈ ગયો આ સમૂહ લગ્નમાં કુલ ૮ નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડયા હતા. નવ યુગલને આશિર્વાદ આપવા તાલુકાના નાંમકિત રાજકીય અગ્રણીઓ સામાજિક આગેવાનો ઉપરાંત મોટી સંખ્‍યામાં પાટીદાર પરીવાર સાથે ઉપસ્‍થિત રહ્યા હતા.

સમુહ લગ્ન સમિતિના અધ્‍યક્ષ શ્રી અરવિંદ બારૈયા ઉપાધ્‍યક્ષ કચરાભાઈ ધોડાસરા પ્રમુખશ્રી હીરાભાઈ ઉપપ્રમુખશ્રી વલમજીભાઈ રાજપરા, દિપકભાઇ સુરાણી ખજાનચી કેશુભાઈ જીવાણી મંત્રી રમેશકુમાર કૈલા ગોરધનભાઈ ચિકાણી ડાયાલાલ બારૈયા વાત્‍સલ્‍ય મનિપરા સહિતની વિવિધ કમિટીના ગણમાન્‍ય સદસ્‍ય ગામડાની કમિટી કાયમી દાતા અને ધોમ ધખતા તાપમા અથાગ મહેનત કરતા સ્‍વયં સેવકના પરીણામે શાહી સમુહ લગ્ન દિપી ઉઠયો હતો બગથરા જગ્‍યાના મહંત પ.પૂ દામજીભગતે દિકરી ને કુટુંબની દરકાર લેવા લાજ કાઢીને નહી લાજ રાખીને જીવન જીવવા ટકોર કરી હતી.

કમિટી વતી કુમાર કૈલા એ જણાવ્‍યું હતું કે આ સમુહ કાર્ય એક મેક ના સહયોગ વિના શકય નથી સૌ નવયુવાને આવા કાર્ય માટે પોતાની હાજરી ખુબ અનુમોદના હેઠળ ગણી અંતે આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

(12:22 PM IST)