<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st May 2025

ધોરાજીના ફરેણી રોડ ઉપર ફરી ડિમોડેશનની કાર્યવાહી શરૂ ધાર્મિક દબાણને દૂર કરતાં મામલતદાર

 

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી,તા.૧ : ધોરાજીમાં પણ ગેરકાયદેસર દબાણો સામે કાર્યવાહી શરૂ થઈ હતી બાદ થોડા વિરામ બાદ ફરી કાર્યવાહી શરૂ થઈ છે જેમાં .કલેકટર  પ્રભવ જોષીની સૂચના અન્‍વયે અને નામદાર સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન મુજબ તથા ૨૦૧૦ના જાહેર રસ્‍તાઓ તથા જાહેર જગ્‍યાઓ પરના ધાર્મિક દબાણ અન્‍વયેના ધોરાજી તાલુકાના યાદી પૈકીનું ધોરાજી શહેરનું રસ્‍તાના માર્જિનમાં આવતું દબાણ પ્રાંત અધિકારીની સૂચના મુજબ મામલતદાર આર.કે પંચાલ,ધોરાજી અને તેઓની ટીમ તથા નાયબ કાર્યપાલક ઇજનેર,માર્ગ અને મકાન(સ્‍ટેટ) અને તેઓની ટીમ દ્વારા ધોરાજીના હરણી રોડ પર આવેલ ધાર્મિક દબાણ ગેરકાયદેસર રીતે બાંધકામ હોય જેથી અગાઉ નોટિસ આપ્‍યા બાદ કોઈ જવાબ નહીં આવતા ફરી ગેરકાયદેસર દબાણ દૂર કરવા બાબતે જેસીબી પોલીસ તેમજ સ્‍થાનિક અધિકારીઓની હાજરી વચ્‍ચે દબાણ શાંતિપૂર્વક દૂર કરવામાં આવ્‍યું હતું.

(2:03 PM IST)