તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૦ મંગળવાર
News of Thursday, 1st May 2025
પોરબંદરના વિવિધ પ્રાણ પ્રશ્નો સાડા ચાર દાયકાથી અડીખમ
પ્રજાના ચુંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા વિકાસના નામે માત્ર વાણી વિલાસઃ રાજકીય નેતાઓના ખોટા આશ્વાસનોથી લોકો કંટાળી ગયા બંધ કાપડ મીલના કામદારો કે જેમાંથી કેટલાકના મૃત્યુ થયાં તેના પરિવારજનોને લહેણી રકમ મળે તે જરૂરીઃ શહેરના બંધ ૩ મોટા ઉદ્યોગોને પુનઃ જીવંત કરવા પ્રયાસો હાથ ધરાતા નથીઃ ૧૦૦ વર્ષ જુની મીડલ સ્કુલ પુનઃ શરૂ કરાવવામાં આડે રાજકીય વિધ્ન ૧૯૬૦ સુધી રેલ્વેના ફલેગ બોર્ડમાં પોરબંદરનું નામ સુદામાપુરી હતું જે નામ સત્તાવાર જાહેર કરી પોરબંદરની જુની ઓળખ જીવંત બનાવવાની જરૂર બંદર ઉપર વર્ષો જુની ડોક યાર્ડ ક્રેઇનને પુનઃ શરૂ કરવા મંજુરી બાદ વર્ગધારીઓની મીઠી નજર હેઠળ રેલ્વે ટ્રેક ઉપર જુના દબાણો હટાવાતા નથી બારમાસી બંદરને ડાર્ક ઝોનમાંથી બહાર લાવીને વિકાસની ગતિ આપવાની જરૂરઃ ફ્રી પોર્ટ બનાવવાનું વચન હજુ હવામાં ? વર્ષો પહેલા બંધ થયેલી ગરીબ-મધ્યમ વર્ગ માટે આશીર્વાદ સમાન હદયરોગની હોસ્પિટલને પુનઃ જીવંત કરવા સરકાર જાગશે..?: પછાત વર્ગ માટે ઉપયોગી : ગાયવાડી ડીસ્પેન્સરી રીનોવેશન નામે ઝુંટવાઇ ગઇ

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા., ૧ : મધ્યમ વર્ગી શ્રમીકની સંવેદના માટે બિન રાજકીય સંગઠ્ઠનની જરૂરત જણાય છે.
શ્રી દોશી મિત્ર મંડળ એક એવુ સંગઠ્ઠન હતું કે તેમાં ફુટપાથ પર રહેનાર વ્યકિત પણ જોડાઇ શકતો. તેની યાતના રજુ કરતો અને શ્રી દોશી મિત્ર મંડળના પદાધિકારીઓ સાથે રહી ન્યાય અપાવતા. આヘર્ય થશે કે દોશી મિત્ર મંડળના સભ્યો સરકાર સાથે સંકળાયેલા હોવા છતા પર રહેતા. રાજકીય કે પક્ષીય રીતે આંચ આવવા દેતા નથી. પાયાનો વિચાર સાથે ઉંડાણથી તપાસ થાય તો પોરબંદરના સ્વર્ગસ્થ મહારાણા શ્રી નટવરસિંહજી જેઠવા રાજગાદી છોડયા પછી પ્રજાવત્સલ્યતા ધરાવતા. સમય અનુસાર શ્રી દોશી મિત્ર મંડળની ફુટપાથ પર યોજાતી પ્રાર્થનામાં ખાસ હાજરી આપતા.તેઓશ્રી રાજકીય સતા દરમ્યાન મેડીકલ કોલેજ સ્થાપવાની ઇચ્છા હતી. તે પુર્ણ થાય તે પહેલા ભારત સ્વતંત્ર તા.૧પ મી ઓગષ્ટ ૧૯૪ટના થયું તે આયોજન સ્વપ્ન છેલ્લા ત્રણ વર્ષથી થયું. ભારત સરકાર દ્વારા મેડીકલ કોલેજ કાર્યરત બની. હાલ ભાવસિંહજી હોસ્પીટલ મેડીકલ કોલેજ સાથે સંલગ્ન છે. આ ઉપરાંત જનતાદળની સરકારમાં શ્રી બાબુભાઇ વાસણ આરોગ્યમંત્રીશ્રીના પદ ઉપર હતાં. ત્યારે શ્રી દોશી મિત્ર મંડળનો પદાધિકારીઓ રૂબરૂ રજુઆત કરી પોરબંદરની ભાવસિંહજી હોસ્પીટલને આધુનિક બનાવવા સવાલતો વધારવા રજૂઆત કરેલ. અને હોસ્પીટલની વિઝીટ મુલાકાત લેવડાવી તુરંત તે સમયે મેડીકલ આધુનિક સાધનો યંત્રો મોકલ્યા આ સાધનો ફીલીપ્સ હોલેન્ડ તથા અન્ય કંપનીના ટેકનોઝ છે. જે હોસ્પીટલની લોબીમાં પડતર પડયા રહે છે. ધારાસભ્ય તરીકે શ્રી અર્જુનભાઇ મોઢવાડીયા પ્રથમ વખત ચૂંટાય ને વિધાનસભામાં પહોંચતા. દોશી મીત્ર મંડળના હૈયાત મંત્રી સક્રિય શુભેચ્છક કાર્યકરે રજૂઆત કરી ધ્યાન દોરેલ. અને જે ધારાસભ્ય શ્રી અર્જુનભાઇ મોઢવાડીયાએ સક્રિય રસ ધરાવી આવેલ યાંત્રિક મશનરી કાર્યરત કરી ‘ટ્રોપા સેન્ટર' પોરબંદરને મળ્યું ત્યારબાદ ઉત્તરોઉત્તર ભાવસિંહજી હોસ્પીટલની સુવિધા વધવા લાગી. હાલ ભાવસિંહજી હોસ્પીટલ અપગ્રેડ કરી મેડીકલ કોલેજને સોંપાઇ હતી.
છેલ્લ ૪ર વરસથી બંધ પડેલ મહારાણા મિલ્સ પ્રા. લી. શ્રમીક કામદારોના બાકી રહેતી લ્હેણી રકમ આશરે ર૭૦૦ કામદાર ત્રણ પાળીમાં કામ કરતાં કેટલાક કામદારના મૃત્યુ થયેલ છે. તથા પરિવારજનોને લ્હેતી રકમ મળે તે જરૂરી વિકલ્પ શોધી ૪ર વરસથી જે ઉદ્યોગ બંધ થયા છે. તેનું નામ જ રહ્યું. પરંતુ સ્થળ પર બીલ્ડીંગ પણ અસ્ભત્વ નથી. પૂર્વ ગુજરાતના મુખ્યમંત્રી વર્તમાન ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ત્રણ મોટા ઉદ્યોગ સ્થાયા અને પોરબંદરના વિકાસના નકશા પુનઃ સ્થાપીત કરી સૌરાષ્ટ્ર માનચેસ્ટરનું પુનઃ બિરૂધ અપાવવા કરી સૌરાષ્ટ્ર માન ચેસ્ટરનું પુનઃ બિરૂધ અપાવવા.
એકસો વરસ જૂની હેન્ડોક મેમોરીયલ મિડલ સ્કુલ પુનઃ શરૂ કરાવવા સિધ્ધાતીક નિર્ણય લેવાય ગયેલ હોય. પરંતુ અમલ થતો નથી. કોઇને કોઇ આડી કામી રાજકીય મોભીની આડી ઉતરે છે...? તે હટાવવા પોરબંદરનું નામ સુદામાપુરી રાખવા. જે રેલ્વે ફલેગ બોર્ડ સને ૧૯૬૦ સુધી હૈયાત હતું તે રેલ્વે બોર્ડમાં પુનઃ રાખવા પોરબંદરને સુદામા કરીની ઓળખ ઉભી રહે તે ઓળખ પુનઃ જીવંત રહે. પોરબંદર શહેર નામ સાથે સુદામા નગરીનું નામ જાહેર કરવા. જે અમદાવાદ કર્ણાવતી નગીરીની ઓળખ આપેલ છે.
મીલપરા વિસ્તારમાં મુંગા પશુઓનો ત્રાસ જે જમાવાડો થાય છે. તે હટાવવા માગણી કરી છે.
પોરબંદરના એરપોર્ટનું નામ સુદામા પુરી રાખવા. પોરબંદરના બંદરનો વિકાસ કરવા જુના અને નવા બંદરનો વિકાસ કરવા.
એક દશકા ઉપરાંત સમયથી પોરબંદર ની ડોક ટ્રેન મંજૂર થયેલ છે. તેમાં રાજકીય સુત્રો કે વગધારી મીઠી નજર તળે રેલ્વે, ટ્રેક ઉપર દબાણ કરેલ છે તે દબાણ હટાવી જુના નવા બંદક પુનઃ જીવંત કરી વેગવંતુ બનાવવા અને કાર્ડ ઝોનમાંથી બહાર લાવવા માગણી છે.
ગુજરાતના પૂર્વ મંત્રી વર્તમાન ભારતના વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પોરબંદરના બાર માસી જુના નવા બંદરને ફી પોર્ટ જાહેર કરવા અને વેગવંતુ કરવા વહાન આપ્યું હતું. જે આજે હવામાં છે.
હૃદય રોગ કેન્સરના કીડની રોગ ચિંતાજનક વધી રહ્યા છે. કેન્સરની અને કિડનીના રોગની સારવાર મળી રહે છે. સરકાર હોસ્પીટલમાંથી તાજેતરમાં કેન્સરના દર્દી ભોગ બનેલ વ્યકિત હવેથી બહુમે જનું નહીં પડે. સેવા વધારવામાં આવી રહી છે.
હૃદય રોગના દર્દીની સારવાર ઉપલબ્ધ થયેલ સ્વ. શેઠ શ્રી નાગજી કાલીદાસ મહેતા નામથી પોરબંદર રાજકોટ-અમદાવાદ હાઇવે રોડ ૧૮ વિઘા કાર્યરત હતી. પોરબંદર મેડીકલ રીલીફ સોસાયટી દ્વારા લોક ફાળાથી જે તે સમયે ‘એશીયા' ટ્રસ્ટ ગણાતી ૧૮ વિઘા જમીન સરકારે રાણાવાવ મામલદાર મારફત વિનમુલ્યે આપેલ લોકફાળાથી દાતાઓના આર્થીક અનુદાનથી મળેલ એકાએક કોઇપણ સર પુરતું ભંડોળ વિદેશ વસ્તા પોરબંદર તળપદ તાલુકા અને જીલ્લાના એન. આર. આઇ. અને સ્થાનીક દાતાઓના અનુદાનથી કાર્યરત સેવામાં હતી.
બંધ કરી દેવામાં આવેલ છે. પૂર્વ કલેકટરે જે તે સમયે મેડીકલ રીલીફ સોસાયટી પુનઃ કાર્યરત હુકમ કરેલ. પરંતુ કાર્યરત થઇ નહીં. કેટલાક સ્થાપિત હતોના ઇશારે જીલ્લા કલેકટરે વનાણા હૃદય રોગની હોસ્પીટલની સ્થાયી બિલ્ડીંગ સહિત જમીન કબજે કરી હાલ સરકાર હસ્તક હોઇ તે જનહિતાર્થે ધારાસભ્ય શ્રી યોગ્ય પ્રયત્ન કરી આ હોસ્પીટલ પુનઃ શરૂ કરાવવા હાલ ભંડોળ રકમ અનામત તરીકે ફેકટરી હસ્તક છે. તેના વ્યાજની રકમથી ભંડોળ પણ વધ્યું હશે.
આ દિશાના ધારાસભ્ય શ્રી અર્જુનભાઇ આગળ આવે. અને સરકારશ્રીને જમીન બિલ્ડીંગ સ્થાયી આર્થીક ભંડોળ સહિત જમા કરાવી કાર્યરત વહેલી તકે શરૂ કરે નબળા શ્રમીક, માધ્યમ વર્ગને રાહત મળશે. માનવતાનું કાર્ય છે. આ રીનોવેશન માટે છેલ્લા બે વરસથી બંધ પડેલ ગાયકવાડી ડીસ્પેન્સરી જે બંધ પડેલ છે તેનું રીનોવેશન કામ વહેલી તકે શરૂ કરાવી કાર્યરત કરવા માંગણી કરી છે.
(2:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
