News of Thursday, 1st May 2025
જામનગરનું અન્નપૂર્ણા સર્કલ બન્યું કાર્ટૂન નગરી : આઠ લાખના ખર્ચે આકર્ષક સુશોભન
મનપા દ્વારા સ્પાઈડરમેન, ડોરેમોન, શિનચેન જેવા કાર્ટૂન પૂતળાં મૂકીને સર્કલને નવું આકર્ષણ, શહેરના સુશોભનમાં વધારો

જામનગર તા. ૧: જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરને સુંદર બનાવવા માટે સમયાંતરે બ્યુટિફિકેશનના કામો હાથ ધરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે, શહેરના અન્નપૂર્ણા સર્કલને આઠ લાખ રૂપિયાના ખર્ચે કાર્ટૂન થીમ આધારિત આકર્ષક લેન્ડસ્કેપથી સજાવવામાં આવ્યું છે, જે શહેરના સુશોભનમાં એક નવું આકર્ષણ ઊભું કરે છે.
મ્યુનિસિપલ કમિશનર ડી. એન. મોદીના માર્ગદર્શન હેઠળ જામનગર મહાનગરપાલિકાની પ્રોજેક્ટ પ્લાનિંગ શાખા દ્વારા સિટી ઇજનેર ભાવેશ જાની અને પ્રોજેક્ટ પ્લાનિંગ શાખાના રાજીવ જાનીની દેખરેખમાં આઠ લાખ રૂપિયાના ખર્ચે અન્નપૂર્ણા સર્કલને નવું રૂપ આપવામાં આવ્યું છે.
સર્કલની મધ્યમાં સ્પાઈડરમેન, ડોરેમોન અને શિનચેન જેવા લોકપ્રિય કાર્ટૂન પાત્રોના આકર્ષક પૂતળાં મૂકવામાં આવ્યા છે, જે સર્કલને એક નવું અને મનમોહક સ્વરૂપ આપે છે. આ કાર્ટૂન પૂતળાં ખાસ કરીને બાળકો અને યુવાનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે, અને તેનાથી શહેરના સુશોભનમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. મનપાના આ પ્રયાસથી અન્નપૂર્ણા સર્કલ હવે પસાર થતા લોકો માટે એક આકર્ષક સ્થળ બની ગયું છે.
(2:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
