<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st May 2025

જુનાગઢમાં સાડા પ લાખના દારૂના જથ્‍થા સાથે ગલા રાડાની ધરપકડઃ અજય રાડા ફરાર

જુનાગઢ ક્રાઇમ બ્રાન્‍ચની ટીમે દરોડો પાડયો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા., ૧: જૂનાગઢ રેન્‍જનાં પોલીસ મહાનિરીક્ષક  નિલેશ જાજાડીયા  સુચના તેમજ ઇચા.પોલીસ અધિક્ષક  ભગીરથસિંહ જાડેજાનાં માર્ગદર્શન હેઠળ પ્રવર્તમાન સમયમાં વિદેશી/દેશી દારૂ તથા જુગારની બદીને નેસ્‍તનાબુદ કરવા અને આવી પ્રવળતિ કરતા ઇસમો ઉપર ઘોંસ બોલાવી દબોચી લઇ ગે.કા. પ્રવળતિને સંપુર્ણપણે ડામી દેવા સુચના કરેલ હોય જે અન્‍વયે ક્રાઇમ બ્રાન્‍ચ જૂનાગઢના પો.ઇન્‍સ. જે.જે. પટેલ તથા પો.સબ ઇન્‍સ. ડી.કે.ઝાલા તથા પોલીસ  સ્‍ટાફના માણસો સતત પ્રયત્‍નશીલ હોય. દરમ્‍યાન ક્રાઇમ બ્રાન્‍ચ જૂનાગઢના પો. હેડ કોન્‍સ. ઇન્‍દ્રજીતસિંહ ઝાલા, આઝાદસિંહ સિસોદીયા, વનરાજસિંહ ચુડાસમા તથા પો.કોન્‍સ. ચેતનસિંહ સોલંકી, દિપકભાઇ બડવા નાઓને ખાનગી બાતમીદારો મારફતે ચોક્ક્‌સ બાતમી હકિકત મળેલ કે, જુનાગઢ, ગાંધીગ્રામ, ધરમ અવેડા, પાણીના ટાંકા પાસે આવેલ ગલા હમીર રાડાના રહેણાંક મકાનમાં ગલા હમીર રાડા તથા અજય ભુરા રાડા રહે. બંન્ને જુનાગઢ, ગાંધીગ્રામ વાળાઓએ ભાગીદારીમાં ગુજરાત રાજ્‍યમાં પ્રતિબંધીત ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્‍થો સંતાડી હેરાફેરી કરે છે જે હકિકત આધારે આજરોજ હકીકત વાળી જગ્‍યાએ તપાસ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્‍થો મળી આવતા તમામ મુદામાલ કબ્‍જે કરી સી ડીવીઝન પો.સ્‍ટે. ગુ.ર.નં.૧૧૨૦૩૦૦૪૨૫૦૨૩૧/૨૦૨૫ પ્રોહી એક્‍ટ કલમ ૬૫(એ)(ઇ), ૮૧ મુજબનો ગુન્‍હો રજી. કરાવવામાં આવેલ.

(4:42 PM IST)