News of Thursday, 1st May 2025
જામનગર પોલીસમાં નિવૃત્ત થતા પોલીસ કર્મચારીઓનો વિદાય સમારંભ યોજાયો
પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂએ મોમેન્ટો અને પ્રમાણપત્ર આપી નિવૃત્ત કર્મચારીઓનું સન્માન કર્યું

જામનગર: જામનગર પોલીસમાં તા. ૩૦/૦૪/૨૦૨૫ ના રોજ નિવૃત્ત થનાર ત્રણ પોલીસ કર્મચારીઓ માટે વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારંભ પોલીસ અધિક્ષકની કચેરી ખાતે યોજાયો હતો, જેમાં પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂએ નિવૃત્ત કર્મચારીઓનું સન્માન કર્યું હતું.
નિવૃત્ત થનાર કર્મચારીઓમાં (૧) ASI ગીરધરભાઈ છગનભાઈ અઘેરા, જોડીયા પોલીસ સ્ટેશન, (૨) હેડ કોન્સ્ટેબલ કિશોરસિંહ રાજેન્દ્રસિંહ રાણા (સ્વૈચ્છિક નિવૃત્તિ), ટ્રાફિક શાખા અને (૩) વર્ગ-૪ કર્મચારી દિપકકુમાર કરશનભાઈ ચુડાસમા, પોલીસ હેડ ક્વાર્ટર, જામનગરનો સમાવેશ થાય છે.
પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂએ આ ત્રણેય નિવૃત્ત કર્મચારીઓને તેમની લાંબા ગાળાની પોલીસ સેવામાં આપેલા યોગદાન બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે દરેક કર્મચારીને મોમેન્ટો અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કર્યા હતા અને તેમના ભાવિ જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ વિદાય સમારંભમાં પોલીસ વિભાગના અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને નિવૃત્ત કર્મચારીઓને ભાવભીની વિદાય આપી હતી.
(11:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
