News of Friday, 2nd May 2025
સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના ડિરેક્ટર તરીકે જુનાગઢના પ્રદીપભાઈ ખીમાણી ની પુનઃ નિયુક્તિ
મુંબઈમા યોજાયેલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં નિમણૂક કરાઈ : તેઓ ભારતીય જનતા પાર્ટીના પોરબંદર જિલ્લાના પ્રભારી તરીકે કાર્યરત : ગુજરાત પ્રવાસન નિગમમાં ડિરેક્ટર અને જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે પણ સેવા આપી છે

મુંબઈ ખાતે યોજાયેલ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા ની બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ની બેઠકમાં બેંકના M D દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.(તસ્વીર:મુકેશ વાધેલા-જુનાગઢ)
(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૨ : મુંબઈ ખાતે યોજાયેલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ની બેઠકમાં
સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના ડિરેક્ટર તરીકે જુનાગઢના પ્રદીપભાઈ ખીમાણીની પુનઃ નિયુક્તિ કરવામાં આવી છે.
પ્રદીપભાઈ પ્રાણલાલ ખીમાણીને સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના બોર્ડમાં પાર્ટ-ટાઇમ નોન-ઓફિશિયલ ડિરેક્ટર તરીકે ફરીથી નામાંકિત કરવામાં આવ્યા છે.
આ પુનઃનિયુક્તિ ૧૧ એપ્રિલ ૨૦૨૫ થી એક વર્ષના સમયગાળા માટે અથવા આગામી આદેશો સુધી, જે વહેલું હોય ત્યાં સુધી છે.૬૬ વર્ષના શ્રી ખીમાણી પાસે પાંચ વિષયમાં વાણિજ્યમાં માસ્ટર ડિગ્રી છે. તેઓ હાલમાં જૂનાગઢની સરસ્વતી સ્કૂલના ચેરમેન છે. અગાઉ, શ્રી ખીમાણી 21 ડિસેમ્બર 2021 થી 20 ડિસેમ્બર 2024 સુધી સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના ડિરેક્ટર તરીકે સેવા આપી હતી.
તેમણે ગુજરાત પ્રવાસન નિગમમાં ડિરેક્ટર અને જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે પણ સેવા આપી છે. તેઓ ભારતીય જનતા પાર્ટીના પોરબંદર જિલ્લાના પ્રભારી પણ છે.
સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં પુનઃનિયુક્તિ પછી, મુંબઈમાં યોજાયેલી પ્રથમ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ (BOD) બેઠકમાં પ્રદીપભાઈ ખીમાણી એ હાજરી આપી હતી.
પ્રદીપભાઈ ખીમાણી (મો.નં.94267 17000)
(9:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
