News of Friday, 2nd May 2025
માંગરોળ સબજેલમાંથી મોબાઈલ ફોન અને તમાકુ, સોપારી વાળા માવા મળ્યા
ઝડતી દરમિયાન બિનવારસુ મળી આવતા તપાસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૦૨: માંગરોળ સબજેલની ઝડતી દરમિયાન બિનવારસુ મોબાઈલ ફોન અને તમાકુ, સોપારી વાળા માવા મળી આવતા પોલીસે તપાસ શરૂ કરી હતી.
માંગરોળના નાયબ મામલતદાર બી. એચ. બોરીચા, જિલ્લા જેલ જુનાગઢના અધિક્ષક એચ. ઓ. વાળાની ટીમ તથા તાલુકા સબ જેલ માંગરોળના જેલગાર્ડની ટીમ દ્વારા માંગરોળ સબ જેલમાં જેલબંધીના સમયગાળા દરમ્યાન જેલની સરપ્રાઇઝ સધન ઝડતી લેવામાં આવી હતી.
આ દરમ્યાન માંગરોળ સબ જેલના અલગ અલગ બેરેકમાં તપાસ કરતા બેરેક નં. ૨ની અંદરના કચરા ડોલમાંથી રૂપિયા ૧,૫૦૦ની કિંમતનો સફેદ કલરનો એન્ડ્રોઇડ મોબાઇલ તથા બેરેક નં. ૧ની અંદર જમણી બાજુના ભાગમાં ટીંગાળવામાં આવેલ થેલી તથા સંડાસના દરવાજાના અંદરના ભાગમાંથી તમાકુ તથા સોપારીવાળા ૧૫ બિનવારસુ મળી આવતા કબજે લેવામાં આવ્યા હતા.
અંગેની ફરિયાદના આધારે અજાણ્યા શખ્સ સામે કાર્યવાહી કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
(11:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
