<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd May 2025

જુનાગઢમાં સંબંધ રાખવાનું કહી શખ્‍સે ડિવોર્સી યુવતીને માર મારી ધમકી દીધી

વિસાવદરમાં જુગાર રમતા ૫ શખ્‍સ ૩૫,૧૯૦ સાથે પકડાયા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૦૨: જૂનાગઢ પાસેના ગામમાં રહેતા ૨૭ વર્ષીય ડિવોર્સી યુવતી એક વર્ષ પહેલા દોલતપરા ખાતેના સિંગદાણાના કારખાનામાં મજૂરી કામ કરતા હતા. તે દરમિયાન સાથે કામ કરતો ધારાગઢ દરવાજા વિસ્‍તારનો સરફરાજ યુનુસ સમા સાથે ઓળખાણ થઈ હતી. એક મહિના બાદ શખ્‍સે ઇમિટેશનનો ધંધો શરૂ કરતા તેમની સાથે યુવતીએ કામ શરૂ કર્યું હતું. પરંતુ હિસાબ મુદ્દે મનદુઃખ થતાં અલગ પડી બાળક સાથે બાજુના ગામમાં રહેવા જતા રહ્યા હતા. ૭ દિવસ પહેલા બસ સ્‍ટેન્‍ડ પાસે સરફરાજે  પાછળ આવી સબંધ રાખવાનું કહી લાફો માતા, પુત્રને મારી નાખવાની આપી હોવાની ફરિયાદ ડિવોર્સી યુવતીએ કરતા બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી હતી.

જુગાર રમતા પકડાયા

વિસાવદરમાં પોલીસે કાબરા નદીમાં જુગાર રમતા સંજય દામજી સુવાગીયા, નિલેશભાઇ અશ્વિનભાઇ ભુવા, જીગ્નેશભાઇ રાજુભાઇ સોલંકી, વિજયભાઇ ઉર્ફે લાલો ગીરધરભાઇ વૈષ્‍નવ અને વિવેકભાઇ મગનભાઇ પરમારને રૂપિયા ૩૫,૧૯૦ના મુદ્દામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી

(11:18 AM IST)