News of Friday, 2nd May 2025
ધ્રોલના સોયલ ટોલનાકા પાસે વાહન હડફેટે મોત બાદ યુવકના વાલીવારસની શોધખોળ

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ, તા.૨: ધ્રોલ ના જામનગર રાજકોટ હાઇવે પર આવેલા સોયલ ટોલનાકા પાસે અજાણ્યો પુરુષ ઉ.વ. આશરે ૩૦ થી ૩૫ વાળો સોયલ ટોલનાકા પાસે રોડ ક્રોશ કરતો હોય તે દરમ્યાન એક ફોરવ્હીલગાડી જેના રજી નં. GJ-10 AP-૫૧૬૮ ના ચાલકે તેની ફોરવ્હીલગાડી બેફીકરાઇથી પુરઝડપે ચલાવી આ અજાણ્યા ઇસમને ઠોકર મારી નાશી ગયેલ હોય બાદ બાદ આ કામેના ફરીયાદી તથા સાહેદ આ અજાણ્યા ઇસમની મદદ માટે ગયેલ હતા તે દરમ્યાન એક બીજા ફોરવ્હીલગાડી જેના રજી નં. GJ-10 AP-8365 નો ચાલકે તેની ફોરવ્હીલગાડી બેફીકરાઇથી પુરઝડપે ચલાવી આ ફરીયાદી તથા સાહેદો તથા અજાણ્યા ઇસમને ઠોકર મારી આ અજાણ્યા ઇસમ ઉપર ગાડીનુ વ્હીલ ચડાવી દઇ અજાણયા ઇસમને માથાના ભાગે ગંભીર ઇજા કરી તથા પેટના ભાગે ગંભીર ઇજા કરી અને શરીરે નાની મોટી ઇજાઓ કરી મોત નિપજાવેલ હોય જે મરણ જનારના શરીરે જોતા શરીરે આછા દુધિયા કલરનુ ટી શર્ટ તથા રાખોડી કલરનુ જિન્સનુ પેન્ટ પહેરેલ હોય અને સદરહુ લાશના જમણા હાથના કાંડા થી કોણી વચ્ચેના ભાગે અંગ્રેજીમાં “Ravin” ત્રોફાવેલ છે. તેની ઓળખ થઇ શકી નથી જેના કોઇ વાલીવારસની અંગે માહિતીધ્રોલ પોલીસમાં જાણ કરવા વિનંતી કરાઇ છે.
(11:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
