<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd May 2025

દ્વારકાધીશ ભગવાનને ગ્રીષ્મ ઋતુના પ્રારંભે ઠંડક અર્પણ કરવાના ભાવ સાથે વિશિષ્ટ પુષ્પ શૃંગાર દર્શનનો પ્રારંભ

સાંજે ઠાકોરજીને ઠંડક આપતાં મનમોહક ફુલો તેમજ કળીઓના વિશિષ્ટ શૃંગાર મનોરથ : બે મહિના ઠાકોરજીને સાંજના સમયે પુષ્પશૃંગાર યોજાશે : ઠાકોરજીને ઋતુઅનુસાર ઠંકક આપતાં ભોગ ઇત્યાદિ પણ અર્પણ કરાશે

(વિનુભાઇ સામાણી દ્વારા)દ્વારકા તા.૨ : દ્વારકાધીશ જગતમંદિરમાં દ્વારકાધીશ ભગવાનને ઋતુ અનુસાર શૃંગાર, ભોગ ઈત્યાદિ અર્પણ કરવામાં આવે છે. ગ્રીષ્મ ઋતુના પ્રારંભે અક્ષય તૃતીયાથી અષાઢી બીજ સુધી સતત બે માસ સુધી ઠાકોરજીને ઠંડક અર્પણ કરવાના ભાવ સાથે વિશિષ્ટ પુષ્પ શૃંગાર દર્શનનો આજથી પ્રારંભ થતાં સાંજના ભાગે ઠાકોરજીને ઠંડક આપતાં મનમોહક ફુલો તેમજ કળીઓના વિશિષ્ટ શૃંગાર મનોરથ યોજવામાં આવ્યા છે. આજથી સતત બે માસ સુધી ઠાકોરજીને સાંજના સમયે પુષ્પશૃંગાર યોજાશે. આ ઉપરાંત ગ્રીષ્મકાળ દરમ્યાન ઠાકોરજીને ઋતુઅનુસાર ઠંકક આપતાં ભોગ ઇત્યાદિ પણ અર્પણ કરવામાં આવે છે.(તસ્વીર:દિપેશ સામાણી-દ્વારકા)

(11:22 AM IST)