News of Friday, 2nd May 2025
સુત્રાપાડામાં જેટીમાં કામમાં ગેરરીતી મુદે પાલિકા પ્રમુખની આંદોલનની ચિમકી

( રામસિંહ મોરી દ્વારા ) સુત્રપાડા, તા.૨: સુત્રાપાડામાં જેટીના કામમાં ચાલતા કથીત ભ્રષ્ટાચારની ફરિયાદ અંગે કાર્યવાહી નહીં કરવામા નહીં આવેતો સુત્રાપાડા નગરપાલિકા ના પ્રમુખ મનહરભાઈ બારડએ આંદોલનની ચીમકી આપી છે.
જેટીના કામમાં નબળી ગુણવતાની ફરિયાદ છતા પગલા ભરાતા ન હોવાની રાવ તેમ સુત્રાપાડા મામલતદાર ઉમેશ ગોવડા જણાવ્યું છે કે શ્રી પતિ એશોશીયેટ પ્રા.લી.વતી કે.પ્રભુ તથા શ્રી પતિ એશોશીયેટ પ્રા.લી.વતી મુગેશ બાબુ ધ્વારા ગેરકાયદેસર કબ્જો કરી જગ્યા પચાવી પાડવા અંગે કાર્યવાહી કરવામાં આવશે તેમજ બાળકોનું મસાણ ઉપર રોડકાઢલ હોય તેમનું પણ તપાસ કરાવી ને કાર્યવાહી કરીશું તેમજ સુત્રાપાડા નગરપાલિકા ના પ્રમુખ મનહરભાઈ બારડે જણાવ્યું કે ગુજરાત મેરીટાઈમ બોર્ડ ના કોય પણ અધિક હાજરનહત તેમજ ગુજરાત મેરીટાઈમ બોર્ડ વેરાવળ ના કાર્યપાલક ઈજનેર એન.સી.પંચાલ ફોન પણ ઉપાડતાં નહોવાનું જણાવ્યું છે.
સુત્રાપાડામાં જેટીના કામમાં ભ્રષ્ટાચાર અને ગેરીરીતિ નબળી ગુણવતા અને જાહેર ઉપદ્રવની ઉચ્ચ કક્ષાએ કરવામા આવેલ રજૂઆતમાં અરજદારોને તપાસ કે અહેવાલોની કોઈ જાણ કરવામાં આવતી નથી તમામ ફરિયાદોની તાત્કાલિક ધોરણે તપાસ કરી ને કાર્યવાહી કરવામાં નહીં આવે તો આંદોલન ની ચીમકી તેમજ વિજીલન્સ તપાસની માંગ કરવામાં આવી છે.
(11:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
