<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd May 2025

તળાજામાં બે બાઇકનો અકસ્‍માતઃ લોહીનું ખાબોચિયું ભરાયું

 

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.રઃ તળાજામા રાત્રે ફરજ બજાવતા કર્મીઓમાં મોટાભાગે હોમગાર્ડ અને અન્‍ય જી.આર.ડી જવાનો જોવા મળે છે ત્‍યારે ગુનાઇત માનસિકતા કે કળત્‍ય કરનાર ને મોકળું મેદાન હોય તેવા સીનારીયા વચ્‍ચે ગઈકાલ રાત્રે તળાજા મધ્‍યે અકસ્‍માત ની અને ભાગોળે પોલીસ ની હયાતી સામે સવાલો ઉભી કરતી બે ઘટનાઓ બની!.

 તળાજા શાકમાર્કેટની સામે પાવઠી રોડ પર રાત્રીના આશરે બે વાગે બે બાઈક સામ સામી અથડાઈ હતી.પહોળો અને સુમસામ રસ્‍તો હોવા છતાંય બે બાઈક અથડાઈ તે આヘર્યજનક બાબત લોકોએ ગણાવી હતી.સૂર્યોદય સમયે લોકોને જાણ થઈહતી એ સમયે લોહીનું ખાબોચિયું ભરાયેલ જોવા મળ્‍યું હતું.એક બાઈક સવાર ની સ્‍થિતિ ગંભીર હોવાનું અને તેનું નામ બટુકભાઈ મહાદેવભાઇનું હોવાનું જાણવા મળ્‍યુ હતું.

 બીજી ઘટના તળાજા ની પાલીતાણા ચોકડી પર નેશનલ હાઇવે ના બ્રિઝ પાસેબની હતી.જીજે-૨૭ પાસિંગ ની એક કારમા બેસેલા યુવાનો બારણા ખોલી ને અપશબ્‍દો નો વરસાદ વરસાવતા હતા.જેને લઈ રોડ પરથી પસાર થતા મહિલા વર્ગ સહિતના ને ક્ષોભજનક સ્‍થિતિમા મુકાવવું પડ્‍યું હતું. આ નબીરાઓને કાયદા નો અથવાતો પોલીસ નો કોઈજ ડર ન હોવાનો રાહદારીઓની લાગણી અનુભવાઈ હતી.

(11:36 AM IST)