<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd May 2025

ચોટીલામાં વિદેશી દારૂના બે ગુનામાં ફરાર ચતુર પલાળીયા પકડાયો

ડીસીપી ઝોન-૧ના નાસતા-ફરતા સ્‍કવોડના હેડકોન્‍સ. હિતેન્‍દ્રસિંહ ઝાલા, કોન્‍સ.ભાવેશભાઇ મકવાણા અને રવીરાજભાઇ પટગીરની બાતમી

રાજકોટ તા.રઃ ચોટીલામાં વિદેશી દારૂના બે ગુનામાં નાસતા ફરતા શખ્‍સને ડીસીપી ઝોન-૧ના નાસતા ફરતા સ્‍કવોડ નવાગામ પાસેથી પકડી લીધો છે.

મળતી વિગત મુજબ શહેરના અલગ-અલગ વિસ્‍તારમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ કમિશ્નર શ્રી બ્રજેશ ઝાએ સુચના આપતા નાસતા ફરતા સ્‍કવોડના પી.એસ.આઇ. બી.વી. ચુડાસમા સ્‍ટાફ સાથે આરોપીઓની શોધમાં હતા. ત્‍યારે ચોટીલા પોલીસ મથકમાં નોંધાયેલ વિદેશી દારૂના બે ગુનામાં સામેલ શખ્‍સ કુવાડવા રોડ પર આવ્‍યો હોવાની બાતમી મળતા પી.એસ.આઇ. બી.વી. ચુડાસમા તથા સ્‍ટાફે કુવાડવા રોડ નવાગામ પાસેથી ચતુર શિવાભાઇ પલાળીયા (ઉ.વ.૩૫) (રહે.ખડગુંદા તા.ચોટીલા)ને પકડી લઇ ચોટીલા પોલીસને સોંપ્‍યો હતો. આ કામગીરી પી.એસ.આઇ. બી.વી. ચુડાસમા, એ.એસ.આઇ. હરેશભાઇ પરમાર, હેડકોન્‍સ. હિતેન્‍દ્રસિંહ ઝાલા, કોન્‍સ. ભાવેશભાઇ મકવાણા, વિરેન્‍દ્રસિંહ જાડેજા અને રવીરાજભાઇ પટગીર દ્વારા કરવામાં આવી હતી

(12:26 PM IST)