<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd May 2025

પોરબંદરના મહિલા અગ્રણી હિરલબાની તબીયત લથડીઃ સારવારમાં

કોર્ટમાં ર દિવસની રિમાન્‍ડ મંજુર થયા બાદ હિરલબાને છાતિમાં દુઃખાવો ઉપડયોઃ હિરલબા સામે ૭૦ લાખની ખંડણી અને અપહરણ સહિતના ગુન્‍હા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. રઃ પૈસાની લેતી દેતીમાં માથાકુટ, ખંડણી અને અપહરણના ગુન્‍હામાં મહિલા અગ્રણી હિરલબા જાડેજાની પોલીસ દ્વારા ધરપકડ કરાય હતી અને હિરલબાને રિમાન્‍ડ માટે કોર્ટમાં રજુ કરતા હિરલબાની ર દિવસની રિમાન્‍ડ મંજુર થઇ હતી. ર દિવસની રિમાન્‍ડ મંજુર થયા બાદ હિરલબાને છાતિમાં દુઃખાવો ઉપડતા તેમને ભાવસિંહની સરકારી હોસ્‍પિટલમાં ખસેડાયેલ છે.

મહેર જ્ઞાતિના અગ્રણિ અને કુતિયાણાના ધારાસભ્‍ય કાંધલ જાડેજાના કાકી હિરલાબા જાડેજા સામે પોલીસ  ફરીયાદ બાદ પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવતા સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જોવા મળી હતી. હિરલબાની ધરપકડ બાદ આજે કોર્ટમાં રજુ કરવામાં આવતા કોર્ટે બે દિવસના રિમાન્‍ડ મંજુર કર્યા છે.

આ બનાવને લઇ જીલ્લા પોલીસવડા ભગીરથસિંહ જાડેજાએ જણાવ્‍યુ હતુ કે મુળ પોરબંદર નજીકના કુછડી ગામના હાલ ઇઝરાઇલ ખાતે રહેતી લીલુ ઓડેદરા નામની એક મહિલાએ સોશ્‍યલ મિડીયામાં એક વિડીયો વાયરલ કર્યો હતો જેમાં મહિલા અગ્રણિ હિરલબા જાડેજા સામે તેમના પરિવારનુ અપહરણ અને પૈસાની લેતી-દેતી બાબતે આક્ષેપો કર્યો હતા જેને લઇ પોલીસે તપાસ હાથ ધરી હતી. હિરલબાના બંગલે સર્ચ ઓપરેશન ચલવવામાં આવ્‍યુ હતુ પોલીસના હિરલબાના નિવાસસ્‍થાનેથી મજબુત પુરવા મળતા પોલીસે હિરલબા જાડેજાની ઘરપકડ કરવામાં આવી છે.પોલીસે ભનાભાઇ અરજણભાઇ ઓડેદરા ફરીયાદના આધારે  હાર્બર મરિન પોલીસ સ્‍ટેશનમાં હીરલબા જાડેજા તથા હિતેષ ભીમાભાઇ ઓડેદરા તથા વિજય ભીમાભાઇ ઓડેદરા અન્‍ય ચાર થી પાંચ અજાણ્‍યા ઇસમો સામે ફરીયાદ નોંધાવી હતી. હિરલબા જાડેજા તથા તેમના માણસો દ્વારા રાત્રીના ભનાભાઇના ઘરે અજાણ્‍યા ચાર થી પાંચ આરોપીઓ સાથે ગ્રળહ અપ્રવેશ કરી બાદમાં ભનાભાઇ, જમાઇ, પુત્રનું અપહરણ કરી સુરજ પેલેસ ખાતે લઇ ગયા હતા તેમજ ઘરના દસ્‍તાજો, દાગીના વગેરે વસ્‍તુ આરોપીઓએ તેના કબ્‍જામાં રાખ્‍યા હતા.

પુત્રી લીલુ ઓડેદરાએ લીધેલા પૈસાની ઉઘરાણી કરવા પિતા ભનાભાઇ, જમાઇ તથ પુત્ર રણજીતનું અપહરણ કરી ઇઝરાયેલ સ્‍થિતિ લીલુ ઓડેદરાને વીડીયો કોલમાં વાત કરાવી રુપિયા કઢાવવા માટે દબાણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

હિરલબાએ અલગ-અલગ કુલ-૧૧ કોરા ચેકમાં સહી કરાવી લઇ લીધેલ તેમજ ભનાભાઇ, જમાઇને સતર દિવસ સુધી તથા પુત્ર રણજીતને બાર દિવસ સુધી બળજબરીથી સીત્તેર લાખ રુપિયા કઢાવી લેવા માટે બંગલે ગોંધી રાખી ખંડણી, અપહરણ સહિતના મામલે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે

(11:59 AM IST)