<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd May 2025

પોરબંદરના એએસઆઈ ગોવિંદભાઈ ડાભીને નવતર જાગૃતિ વિદાયમાન

કમલાબાગ પોલીસ સ્‍ટેશનમાં સન્‍માન બાદ તમામ અધિકારીઓ કર્મચારીઓ ફુટ પેટ્રોલિંગ કરીને ઢોલ નગારાં સાથે ગોવિન્‍દભાઈને તેના ઘર લઈ જઈને માનભેર વિદાયઃ સુખમય નિવૃત્તિ જીવનની શુભેચ્‍છા પાઠવી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૨: કમલાબાગ પોલીસ સ્‍ટેશનના એ એસ આઈ ગોવિન્‍દભાઈ મેરામભાઈ ડાભી વય મર્યાદાને લીધે નિવૃત થતાં પોલીસ સ્‍ટાફ દ્વારા તેમને નવતર વિદાયમાન આપવામાં આવ્‍યું હતું.

કમલાબાગ પોલીસ સ્‍ટેશન ખાતે ફરજ બજાવતાં અનાર્મ્‍ડ એ.એસ.આઈ. ગોવિંદભાઈ મેરામણભાઈ ડાભી નાઓ પોલીસ વિભાગમાં લાંબી ફરજ બાદ  વયનિવળત થતાં તેમને માનભેર રીતે વિદાય આપવા માટે પોલીસ અધિક્ષકશ્રી, પોરબંદર નાઓ દ્વારા ફુલહાર તેમજ પ્રશંસાપત્ર આપવામાં આવેલ તેમજ શ્રી સાહિત્‍યા વી., મદદનીશ પોલીસ અધિક્ષક, શહેર વિભાગ તથા શ્રી ઋતુ રાબા, નાયબ પોલીસ અધિક્ષક, મુખ્‍ય મથક નાઓ દ્વારા પુષ્‍પગુચ્‍છ શુભેચ્‍છા આપવામાં આવેલ.

કમલાબાગ પોલીસ સ્‍ટેશન ખાતે વય નિવળત થતા ગોવિંદભાઈ મેરામણભાઈ ડાભી નાઓને પોલીસ ઈન્‍સ્‍પેકટર આર.સી.કાનમિયા તથા એસ.આર.ચૌધરી દ્વારા ફુલહાર તેમજ શુભેચ્‍છા પળો આપી. શાલ ઓઢાડી નિવળત થતા પોલીસ કર્મચારીનુ સન્‍માન કરવામાં આવેલ અને પોલીસ અધિકારી તથા કર્મચારી દ્વારા તેમની પોલીસ ખાતામાં ફરજ દરમ્‍યાન કરેલ પ્રશંસનીય કામગીરી અંગે પ્રશંસાપાત્ર ઉદબોધન કરવામાં આવેલ તેમજ કમલાબાગ પોલીસ સ્‍ટેશનના પોલીસ કર્મચારીઓ દ્વારા શુભેચ્‍છા ફુલ આપવામાં આવેલ તે બાદ તમામ સ્‍ટાફ સાથે નાસ્‍તાનું આયોજન કરવામાં આવેલ અને વયનિવળત્ત પામેલ ગોવિંદભાઈને પોલીસ સ્‍ટેશનના પરીસરમાં ફરીથી ફુલહાર કરી, ઢોલ નગારા સાથે પોલીસ અધીકારી તથા કર્મચારી પોલીસ સ્‍ટેશનથી ફુટ પેટ્રોલીંગ કરી તેમના ઘર સુધી જઈ માનભેર વિદાય આપી ભવિષ્‍યમાં તેઓને સુખ-શાંતી અને શારીરિક રીતે સશક્‍ત રહે અને પરીવાર સાથે વધુ સમય ગાળે તેવી શુભેચ્‍છા સાથે વિદાય આપવામા આવેલ છે

(12:13 PM IST)