<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd May 2025

ટંકારાના હમીરપર પાસે પવનચક્કીના માલસામાનની અડચણ દૂર ન કરાતા અકસ્‍માતનો ભય

૪૮ કલાક વિતવા છતાં કોઇ કાર્યવાહી ન થતા વાહન ચાલકો અને રાહદારી હેરાન

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા, તા. ર :  મિતાણા નેકનામ રોડ ઉપર પવનચક્કીનો બોથાલો ટેન્‍કર માથી નિચે પકડાઈ જતાં ધટનાના ૪૮ કલાકો વિત્‍યા છતાં રોડ ઉપરથી અડચણ દુર કરવા પવનચક્કીના કોન્‍ટ્રાક્‍ટરે કવાયત પણ હાથ ધરી ન હોય માર્ગ ઉપર રિતસર રાહદારીઓ પર અકસ્‍માતનો ભય છે. પોલીસે માત્ર પંચનામું કરી કોઈ ગુનો નોંધ્‍યો નહી.

 ટંકારા તાલુકાના મિતાણા નેકનામ રોડ ઉપર હમિરપર નજીક મહાકાય પવનચક્કી નો બોથાલો ટેન્‍કર વડે પહોંચ્‍યો હતો ત્‍યારે ધોર બેદરકારી કહેવાય એ રીતે હડિબં દસતા સમાન હેવી બોથાલો ગાડીના તાણીયા તોડી રોડ ઉપર ખાબકતા ગંભીર અકસ્‍માત સર્જાયો હતો સદ્‌્‌ભાગ્‍યે કોઇ જાનહાની થઇ ન હતી પરંતુ આ ધટના પગલે મોટી દુર્ઘટના સર્જાઈ એ પહેલા આવી બેદરકારી દાખવનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા રાહદારીઓ એ માંગ કરી છે અત્રે ઉલ્લેખનીય છે કે ટ્રાફિકથી ધમધમતા રાજકોટ મોરબી રોડ થી ક્રોસ કરી ટેન્‍કર મિતાણા ચોકડી તરફ આગળ વધતા આ ઘટના બની જો હજારો વાહનોની અવરજવર વચ્‍ચે આ બનાવ બન્‍યો હોત તો? સૌથી વધુ મહત્ત્વની વાત એ છે કે ટંકારા પોલીસે ઘટના અંગે પંચનામું કરી ક્રેન દ્વારા આ બોથાલો દુર કરવા સુચના આપી બિજી કોઈ કાર્યવાહી કરી નથી અને આ ઘટનાના ૪૮ કલાક બાદ પણ હજુ આ બોથાલા બાબતે જે તે કોન્‍ટ્રાક્‍ટર દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં રાહદારીઓ ત્રાહિમામ પોકારી ઉઠયા અને ખુદ અકસ્‍માતનો ભોગ બને નો ભય રોડ ક્રોસ કરતી વખતે સતાવી રહ્યા છે ઉપરાંત કાયદો અને ટ્રાફિક દંડ માત્ર નાના માણસો ને વાહન ચાલકો ને હોવાનું ચૌમેર ચર્ચાઈ રહ્યું છે. શું આવડી મોટી બેદરકારી આમ પંચનામું કરી સાખી શકાય ખરી?

(12:19 PM IST)