<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd May 2025

પોરબંદરની બંધ કાપડ મીલના કામદારોના હકકના પ્રશ્‍નનું નિરાકરણ આવતું નથી

મનસુખભાઇ માંડવિયા અને અર્જુનભાઇ મોઢવાડીયા સમક્ષ કામદારોની વેદના રજુ કરતા હરીશભાઇ કે. એરડાઃ ચાર દાયકાથી બંધ મહારાણા કાપડ મીલ અત્‍યાર સુધી અનેક સરકારો આવી ગઇ પરંતુ કામદારોના પ્રશ્‍ને વચનોની લહાણી સિવાય કશું આપ્‍યુ નથી ત્રણ હજાર કામદારોના હકક હિસ્‍સા ચુકવ્‍યા વિના તા. ૧૧/૦૨/૧૯૮૩ માં એકા એક વહેલી સવારે મહારાણા મીલને તાળા મારીને બંધ કરી હતી

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા. રઃ ચાર દાયકાથી બંધ મહારાણા કાપડ મીલના કામદારોના હકકના પ્રશ્‍નનું નિરાકરણ આવતું નથી. મહારાણા કાપડ મીલના કામદારોની વેદના અંગેની રજુઆત કાપડ મીલની ચાલીમાં રહેતા હરીશભાઇ કે. ઓરડાએ કેન્‍દ્રીય મંત્રી અને પોરબંદરના સાંસદ મનસુખભાઇ માંડલિયા અને ધારા સભ્‍ય અર્જુનભાઇ મોઢવાડીયા સમક્ષ કરીને કામદારોના બાકી હકક હિસ્‍સા ચુકવવા માંગણી કરી છે.

બંધ મહારાણા કાપડની મીલના કામદારોના બાકી હકક હિસ્‍સાના પ્રશ્‍ને કેન્‍દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવિયા અને ધારા સભ્‍ય અર્જુનભાઇ ને હરિશભાઇ કે. એરડાએ અલગ અલગ કરલી રજુઆતોમાં જણાવ્‍યું છે કે,  મહારાણા મીલ્‍સ કે જે છેલ્લા ચાર દાયકાથી પણ વધુ સમયથી બંધ, કામદારોના બાકી હક્ક અંગે અનેક લેખીત તથા મોૈખીક રજૂઆતો સરકારરીને વખતો  વખત કરવા છતા કઇ પરીણામ નથી આવ્‍યું

ચાર દાયકામાંસમય વિતવા છતાં, અમારી દરેક સરકારશ્રીઓને વિનંતી કરવા છતાં અને કામદારોમાંથી અડધાથી વધારે મૃત્‍યુ પામેલા હોવા છતા વેદનાને સક્રિય રીતે કોઇ વાચા આપતુ નથી

 મહારાણા મીલ, પોરબંદર કે જેમાં ૩૦૦૦ જેટલા કામદારોકામ કરતા હતા તે તા.૧/૧૨/૧૯૮૩ ની વહેલી સવારે એકાએક તાળુ મારી કાંઇપણ હક્ક હીસ્‍સા ચુકવ્‍યા વીના બંધ કરી દેવામાં આવેલ હતી.

 મહારાણા મીલ કામદારોના ૪૭.૦૦ જેટલા લેણા નીકળે છે, તેમાંથી માત્ર ૨૫ થી ૨૬ ટકા જેટલુ જ ચુકવણુ કરવામાં આવેલ છે. જેને પરિણામે કામદારોને કુટુંબના ૧૫૦૦૦ જેટલા સભ્‍યો ગરીબીના ખાઇમાં ધકેલાય ગયા બબ્‍બે પેડી બરબાદ થઇ ગયેલ છે. કુટુંબોની પાયાની જરૂરીયાતો જેવી કે, શિક્ષણ, દવા, આશરો વિગેરેતો બાજુ પર રહી, પરંતુ આજીવીકાના અભાવે બધા ભુખમરાની ગર્તામાં ધકેલાઇ ગયા છે. અનેક સરકારો આવી અને ગઇ પરંતુ આ દાસ્‍તાન તો બદતર થતી જાય છે. ચુંટણીઓ આવે છે અને જાય છે, તે દરમ્‍યાનના મીઠા મીઠા વચનોથી આશાના કીરણ ઉજાગર થાય છે, પરંતુ થોડાક સમયમાં અમો પાછા ગરીબીમાં સબડતા રહેલ છે.

 મીલ પછી વર્ષો બાદ બંધ થઇ ગયેલ મીલોના કેટલાક કામદારોને તેમના લેણા ચુકવી અપાયા છે. પરંતુ બાકી કામદારોનું ઘણીદોરી નથી. મીલ તા. ૧૧/૨/ ૧૯૮૩ ના બંધ થઇ તે બદ વર્ષો પછી બંધ પડેલ કંપનીઓ જેવી કે, નવજોત મીલ્‍સ, એસ.કે. ફાર્માસ્‍યુટીકલ, વિગેરેના કામદારોના લેણા ચુકવવાની પ્રોસેસ પણ અત્‍યારે ચાલી રહી છે.

આ રજૂઆતમાં હોલ્‍ડ જમીન મહારાણા મીલ પાસે ૧૦૦ વર્ષના પટે હતી જે લીઝ ૨૦૨૧-૨૨માં પુરી થઇ ગયેલ છે. પરંતુ ટુકા વર્ષના પટે અપાયેલી જમીનો પણ નામદાર હાઇકોર્ટના ઓર્ડર દ્વારા સરકાર પાસેથી છુટી કરાવી કામદારોએ લેણા ચુકવવા માટે લીકવીડેટ દ્વારા હરરાજીમાં મુકવામાં આવેલ છે.

તે રીતે મહારાણા મીલની લીઝની જમીન પણ નામદાર હાઇકોર્ટના તા.૨૯-૧૦-૨૦૧૦ ના હુકમથી લીકવીડેટ મારફત વેચાણમાં મુકવામાં આવેલ, પરંતુ પોરબંદર કલેકટરશ્રીએ તે સામે વાંધો ઉઠાવેલ છે.

(12:24 PM IST)