News of Friday, 2nd May 2025
જેતપુરના કારખાનેદાર સામે જાહેરનામા ભંગની કાર્યવાહી
પરપ્રાંતીય કારીગરોને કામેરાખી પોલીસને જાણ ન કરતા

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા.૨: રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં આવેલ તમામ ઔદ્યોગિક એકમોમાં પરપ્રાંતીય મજૂરોને કામે રાખી તેની નોંધ પોલીસ સ્ટેશનમાં કરાવવાની હોય તે અંગેની કાર્યવાહી કરવા ઉદ્યોગ નગર પોલીસ ગતરોજ નીકળેલ છે દરમિયાન દાતાર તકિયા પાછળ આવેલ પૂર્વાંચલ ફિનિશિંગ નામના કારખાનામાં ચેક કરતા ત્યાં કારીગરો કામ કરતા હોય તે બાબતે કારખાનાના માલિક ને કારીગરોની નોંધ બાબતે પૂછપરછ કરતા તેને નોંધ કરાવેલ ન હોય જેથી ઉદ્યોગ નગર પોલીસે હાજી સાહબજાદ અજીજ અન્સારી વિરુદ્ધ જાહેરનામા ભંગ ની કાર્યવાહી કરેલ.
અત્રે ઉલ્લેખની છે કે શહેરમાં અનેક કારખાનાઓ ધમધમી રહ્યા છે જેમાં કામ કરતાં પરપ્રાંતીય કારીગરોની નોંધ ઘણા કારખાનેદારો પોલીસમાં કરાવેલ ન હોય જો પોલીસ કડક સાથે કામગીરી કરે તો ઘણા કારખાનાઓમાંથી આવી ગેરરીતિ ઝડપાઈ તેવું ચર્ચાઈ રહ્યું છે.
(2:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
