<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd May 2025

પુત્રી પેપર દેવા જતી ન હોઇ પત્‍નિ સાથે બોલાચાલી થયા બાદ દ્વારકા પંથકમાં વ્‍યથિત આધેડનો આપઘાત

જામ ખંભાળિયા, તા., ૨: દ્વારકા તાલુકાના વાંચ્‍છુ ગામની સીમ વિસ્‍તારમાં રહેતા માંડણભા આલાભા માણેક નામના ૫૦ વર્ષના આધેડે ગત તારીખ ૧૬ એપ્રિલના રોજ પોતાના હાથે ઝેરી દવા પી લેતા  મળત્‍યુ નિપજ્‍યું હતું.

આ બનાવ અંગે દ્વારકા પોલીસ મથકમાં જાહેર કરવામાં આવેલી વિગત મુજબ માંડણભા માણેકની ૮ વર્ષની પુત્રીને તેમણે પેપર દેવા જવાનું કહેતા તે પેપર દેવા જતી ન હતી. આ બાબતે માંડણભાને તેમના પત્‍ની સાથે બોલાચાલી થઈ હતી. આ અંગે તેમને મનમાં લાગી આવતા તેમણે પોતાના હાથે ઘરમાં રહેલી જંતુનાશક ઝેરી દવા પી લીધી હતી. જેના કારણે તેમને સૌ પ્રથમ ખંભાળિયાની ખાનગી હોસ્‍પિટલ બાદ વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા હતા જ્‍યાં ગત તારીખ ૨૬ એપ્રિલના રોજ તેમનું મળત્‍યુ નીપજ્‍યું હતું.

(3:46 PM IST)