News of Friday, 2nd May 2025
અબડાસામાં દબાણ હટાવાની ઝુંબેશ સામે ભાજપના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ રોષ વ્યક્ત કર્યો
ધારાસભ્યએ કહ્યું - ખનીજ માફિયાઓએ કરેલા દબાણોને સરકાર હટાવે અને માત્ર પોતાની કામગીરી બતાવવા માટે અધિકારીઓ ગરીબોની ઝૂંપડપટ્ટી પર કાર્યવાહી કરે છે

કચ્છના અબડાસામાં દબાણ હટાવાની ઝુંબેશ સામે ભાજપના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ રોષ વ્યક્ત કર્યો છે. તેમણે કામગીરી અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. જાડેજાએ આ મામલે મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સમક્ષ રજૂઆત પણ કરી છે. જાડેજાના જણાવ્યા પ્રમાણે, ગરીબોના નહીં પરંતુ ગુંડા તત્વો અને ભૂમાફિયાઓના દબાણો દૂર કરવાં જોઈએ. તેમણે કહેવું છે કે ખનીજ માફિયાઓએ કરેલા દબાણોને સરકાર હટાવે અને માત્ર પોતાની કામગીરી બતાવવા માટે અધિકારીઓ ગરીબોની ઝૂંપડપટ્ટી પર કાર્યવાહી કરે છે.
(8:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
