<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd May 2025

સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીદાદાને પીળા ગુલાબ-ઓર્કિડના મિક્સ ફુલોનો શણગાર

શાસ્ત્રી સ્વામી શ્રીહરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી શણગાર આરતી

રાજકોટ તા.૩ : સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી શ્રીહરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તારીખ 03-05-2025ને શનિવારના રોજ સાળંગપુરમાં દાદાને વિશેષ ફુલોનો શણગાર  ધરાવવામાં આવ્યો છે. આજે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને પ્યોર સિલ્કના મયૂરપંખની ડીઝાઈનવાળા જરદોશીના વર્કવાળા વાઘા પહેરાવ્યા છે. આ સાથે સિંહાસને પીળા ગુલાબ અને ઓર્કિડના મિક્સ ફુલોનો દિવ્ય શણગાર ધરાવાયો હતો. 

આજે સવારે 5:30 કલાકે  મંગળા આરતી શ્રી વિષ્ણુપ્રકાશદાસજી  સ્વામી અને  સવારે 7:00 કલાકે  કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામી (અથાણાવાળા) દ્વારા શણગાર આરતી કરવામાં આવી હતી. આજે અનેક હરિભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.

પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે શનિવાર નિમિત્તે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને  દાદાને વૃંદાવનમાં 15 દિવસની મહેનતે બનાવેલા પ્યોર સિલ્કના જરદોશીના વર્કવાળા ફૂલોની ડીઝાઇનના વાઘા પહેરાવ્યા છે. આ સાથે સિંહાસને 500 કિલો પીળા ગુલાબ અને ઓર્કિડના ફુલનો શણગાર કરાયો છે. આ ફુલ વડોદરાથી મંગાવ્યા છે.

(10:22 AM IST)