News of Saturday, 3rd May 2025
ભારતીય સેનામાં ફરજ બજાવી નિવળત થયેલા રબારી યુવાન ભરતભાઈ હુણ નું વતન ઉપલેટામાં વિસાળ હાજરી વચ્ચે ઉષ્માભર્યુ સ્વાગત. માજી સાંસદ હરિભાઈ પટેલ જયેશભાઈ ત્રિવેદી સહિતના આગેવાનો હાજર રહ્યા

(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટા તા ૩ : ભારતીય સેનામા ફરજ બજાવતા અહીંના રબારી સમાજનો યુવાન ભરત હુણ નિવળત થઈ ઉપલેટા આવતા તેમનું સગા સંબંધી મિત્રો જ્ઞાતિજનો અને રાજકીય સામાજિક સેવાકીય આગેવાનો ની વિશાળ હાજરી વચ્ચે ખુલ્લી જીપમાં બેન્ડ વાઝા સાથે હારતોરા કરી ઉમળકાભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઙ્કસંગ પૂર્વ સાંસદ હરિભાઈ પટેલ જિલ્લા ભાજપના ઉપ ઙ્કમુખ જયેશભાઈ ત્રિવેદી કડવા પટેલ સોશ્યલ ગળપ ના ઙ્કમુખ અને બિલ્ડર નીતીનભાઈ અઘેરા વેપારી આગેવાન નારણભાઈ હુણ પરબતભાઈ હુણ સહિત ના આગેવાનો યુવાનો હાજર રહિ વંદે માતરમ્ ભારત માતાકી જય ના નારા લગાવ્યા હતા. આ તકે સૈનિક ભરત હુણે જણાવ્યું હતુ કે ભલે હું નિવળત થયો પણ જ્યારે પણ મારી જરૂર પડશે ત્યારે મા ભોમ ની રક્ષા માટે હું તૈયાર છુ.
તસવીર જગદીશ રાઠોડ ઉપલેટા
લી જગદીશભાઈ રાઠોડ ઙ્કેસ રિપોર્ટર ઉપલેટા
(10:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
