<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd May 2025

દ્વારકા શારદાપીઠમાં આદ્ય શંકરાચાર્યજીની જન્‍મજયંતીની ભવ્‍ય ઉજવણી કરાઇ

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા, તા.૩: દ્વારકા યાત્રાધામમાં જગતમંદિર સંલગ્ન આવેલ શારદાપીઠમાં સનાતન ધર્મના પ્રચારક એવા ભગવત્‍પાદ આદ્ય શંકરાચાર્યજીની જન્‍મ જયંતીની શારદાપીઠના વર્તમાન શંકરાચાર્ય સદાનંદ સરસ્‍વતીજી મહારાજના માર્ગદર્શન તથા નારાયણાનંદ બ્રહમચારીજીના નેજા હેઠળ ભકિતભાવપૂર્વક ઊજવવામાં આવી હતી. આ પ્રસંગે શારદાપીઠ શંકરાચાર્ય મઠ, દ્વારકામાં આવેલ ગુરૂગાદી ખાતે ભગવાન આદ્ય શંકરાચાર્યજીની પાદૂકાનું પૂજન તથા ભગવાન શ્રી દ્વારકાધીશજીના ઉન્નત શિખર પર નૂતન ધ્‍વજાજીનું આરોહણ કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે સંતોના આશિર્વાદ સહ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્‍યા હતા જેમાં બહોળી સંખ્‍યામાં સંતોપ્રમહંતો, સામાજીક અગ્રણીઓ તથા શહેરના નામાંકિત અગ્રણીઓ સહિત મોટી સંખ્‍યામાં સ્‍થાનીય ભાવિકો ઉપસ્‍થિત રહયા હતા.(તસ્‍વીરઃ દિપેશ સામાણી -દ્વારકા)

(10:38 AM IST)