News of Saturday, 3rd May 2025
સાવધાન!! ભુજમાં WhatsApp હેક થવાના બનાવોથી ચકચાર
ભલે પરિચિત વ્યક્તિનો મેસેજ આવે પણ આટલું ધ્યાન રાખજો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૩: મોબાઈલ ફોનમાં WhatsApp થી આવતા મેસેજ કયારેક મુશ્કેલી સર્જી શકે છે. ભુજના કેટલાક જાણીતા લોકોના Whatsapp એકાઉન્ટ હેક થયા સમાચારોએ ચકચાર સર્જી છે. જોકે, આ સાથે જ હેકર્સ સાવધાન રહેવાના મેસેજ પણ ચાલુ થઈ ગયા છે. ઓટીપી માંગતો WhatsApp મેસેજ ભલે આપણા પરિચિતનો હોય તો તરત જ સાવધ થઈ જજો. પરિચિત વ્યક્તિના નામે આપણને શંકા લાગે એવો મેસેજ આવે અને ગરબડ જેવું લાગે તો પહેલા તે વ્યક્તિની સાથે ફોનમાં વાત કરવી અને ખાતરી કરવી કે તેમણે જ આ મેસેજ મુકયો છે કે ફોન હેક કરનારે મૂકયો છે. સાથે એટલું પણ ખ્યાલ રાખજો કે ઓટીપી નંબર કોઈ માંગે ફોન દ્વારા કે મેસેજ કરીને તો કોઈ પણ જાતના OTP નંબર મહેરબાની કરીને આપવા નહીં. કારણ કે તે ઓટીપી નંબર આપના અંગત મિત્ર કે સગા તરફથી માંગવામાં આવ્યો હોય પરંતુ ખરેખર તે કોઈક અજાણ્યા વ્યક્તિ દ્વારા તેમના નામનો ઉપયોગ અને Whatsapp નંબરનો ઉપયોગ કરી અને માંગ્યો હોય.. એવું પણ બની શકે છે.
કોઈપણના નામે કોઈપણ વ્યક્તિએ (ફેક કરનારે )જેમતેમ મેસેજ કર્યા હોય તેવું પણ બની શકે છે. એટલે મેસેજથી કોઈપણ વાત માનવા પહેલા ખાતરી કરવી અને કોઈ કોઈની સાથે કોઈ મન દુઃખ લગાડવું નહીં અને ઓટીપી થી સાવધાન કહેવું રહેવું અને કોઈ મેસેજ કરવો નહીં. તુરત જ સાઈબર ક્રાઈમ હેલ્પલાઈન અને પોલીસનો સંપર્ક કરવો. આપણને સરકાર દ્વારા તેમ જ પોલીસ વિભાગ દ્વારા અજાણી લિન્ક ડાઉનલોડ નહીં કરવા, અજાણ્યા નંબર ઉપરથી WhatsApp પર આવતા ફોટા ડાઉનલોડ નહીં કરવા, બેંકના નામે, OTP શેર નહીં કરવા, લોનના નામે, જોબના નામે, રોકાણના નામે, ડિજિટલ એરેસ્ટના નામે સાવધાન રહેવા વારંવાર સૂચનાઓ આપવામાં આવે છે. મોબાઈલ ફોનમાં આજે નાણાકીય વ્યવહારો, અગત્યના દસ્તાવેજો પણ હોય છે ત્યારે સાવધાન રહી આ તમામ સૂચનાઓ અંગે ખ્યાલ રાખવો જરૂરી છે.
(10:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
