<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd May 2025

વરસાણીમાં મધમાખી કરડતા વૃધ્‍ધનું મોત

લખતર પંથકની ઘટના : ખેતીકામ કરતા'તા ત્‍યારે ઝૂંડ ઉડયુ : પૌત્ર સારવારમાં

વઢવાણ, તા.૩: જિલ્લામાં અવારનવાર મધમાખીઓના ઝુંડ ત્રાટકે છે. ખાસ કરીને રસ્‍તા પર પસાર થતા વાહનચાલકો અને સીમમાં કામ કરતા શ્રામીકોને મધમાખીઓનો ભારે ત્રાસ હોય છે.ત્‍યારે લખતર ગ્રામ્‍યમાં મધમાખીઓના ઝુંડના ત્રાટકવાથી વળધ્‍ધનું મોત થયુ છે.

લખતરના વરસાણી ગામે રહેતા ૮૫ વર્ષીય પોપટભાઈ રામજીભાઈ સાકરીયા અને તેમનો ૨૮ વર્ષનો પૌત્ર દીપક રમેશભાઈ સાકરીયા ખેતરે કામ કરતા હતા. ત્‍યારે ખેતરના શેઢે આવેલા પીલુડીના ઝાડ પર રહેલ મધમાખીઓ અચાનક ઉડી હતી. અને દાદા-પૌત્રને શરીરે દંશ દીધા હતા. જેમાં બન્નેને સુરેન્‍દ્રનગરની મહર્ષી હોસ્‍પિટલ લઈ જવાયા હતા. જયારે સારવાર દરમીયાન દાદા પોપટભાઈ સાકરીયાનું મોત થયુ હતુ. જયારે પૌત્ર દીપકભાઈ હજુ સારવાર હેઠળ છે.

(10:40 AM IST)