News of Saturday, 3rd May 2025
કચ્છમાં નવમી તારીખે વરસાદી આફત?!

(મહંમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ૩ :.. ભારતીય હવામાન વિભાગના ટેનડેઝ ફોરકાસ્ટ મોડેલ મેપ્સમાં આગલા દસ દિવસમાં દેશમાં હવામાન બાબતે કયાં, કેવી દિશા અને દશા રહે છે તે આઇએમડી ની વેબસાઇટમાં દરરોજ વાતાવરણમાં થતા પરિવર્તનો સાથે દર્શાવાય છે. જો કે આગામી આવનારા દસ દિવસની ફોર કાસ્ટ (આગાહી-વર્તારો) લાંબા ગાળાની ફોર કાસ્ટ હોઇ તેમાં ફેરફારો નિરંતર થતા રહેતા હોય છે. મોડેલ મેપ્સ કોમ્પ્યુટરાઇઝ તૈયાર થતા હોય છે. દાખલા તરીકે આજે ભારત અને આસપાસ સર્જાયેલ, સિસ્ટમ્સ, પ૦નો ની દિશા, ટ્રફ લાઇન્સ, સાયકલોન્સ, એકિટ સાયકલોન વગેરે વેધર સિસ્ટમોની સ્થિતીને ધ્યાને લઇ આવનારા દસ દિવસોમાં દેશના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ, ગરમી વગેરેને એલર્ટ સાથે દર્શાવાતા હોય છે. પણ જો બીજા દિવસે જે તે સિસ્ટમોમાં બદલાવ આવે તો એ દસે દસ દિવસોમાં થનારા પરિવર્તનનો સાથે એલર્ટ દર્શાવાયેલા ભાગોમાં પણ બદલાવ જોવા મળતો હોય છે.
આઇએમડી દ્વારા આજે દર્શાવેલા દસ દિવસીય વર્તારાની મોડેલ મેપ મુજબ ગુજરાતમાં ૬ થી ૧૦ તારીખ સુધીમાં રાજયના ઘણા વિસ્તારોમાં બદલાવ સાથે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. પાકિસ્તાનના સિંધ અને ગુજરાતમાં આગામી નવમી તારીખે સકર્યુલેશન છવાશે જેને પગલે નવમી મે ના રોજ કચ્છ પર ભરચોમાસા જેવુ વરસાદી તાંડવ દર્શાવાયેલુ જોવા મળે છે. જો કે પ્રથમ કહ્યુ તેમ આ મોડેલ મેપ્સ હોઇ તેમાં સ્થળ અને તારીખોમાં દર્શાવાયેલી સ્થિતિમાં બદલાવ થવા સંભવ રહેતા હોય છે.
(11:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
