<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd May 2025

સાયલા હાઇવે ઉપર આરોપીની ગેરકાયદે હોટલ ઉપર બુલડોઝર

વઢવાણ, તા. ૩: સાયલા તાલુકામાં ભારે ગુના આચરનાર આરોપીઓ પર તંત્ર દ્વારા કાયદાનું શષા ઉગામતા હત્‍યાના પ્રયાસ, ફાયરિંગ સહિતના કેટલાય ગુનામાં સંડોવાયેલા સુદામડાના આરોપી શખ્‍સની ગેરકાયદે હોટલ પર તવાઈ બોલાવતા બુલડોઝરથી જમીનદોસ્‍ત કરી દેવામાં આવી હતી. સાયલા -ચોટીલા નેશનલ હાઇવે પર આવેલ સરકારી જમીનમાં ગેરકાયદે ખડકી દેવાયેલ આરોપી દેવેન્‍દ્ર ઉર્ફે ડેન્‍ડુની હોટલના બાંધકામ પર તંત્રનું બુલડોઝર ફરી વળતા ચકચાર મચી જવા પામી છે. આરોપી શખ્‍સને તાજેતરમાં પાસા હેઠળ જેલ હવાલે કરવામાં આવ્‍યો છે.

લીંબડી ડીવાયએસપી વિશાલ રબારીની સૂચના તથા માર્ગદર્શન હેઠળ પોલીસ બંદોબસ્‍ત સાથે આરોપી દેવેન્‍દ્ર દ્વારા ગેરકાયદે કરાયેલ આદેશ રેસ્‍ટોરન્‍ટ નામની હોટલના બાંધકામ પર બુલડોઝર ફેરવી તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સાયલા તાલુકાના હાઈવે પર આવેલ બે આરોપી શખ્‍સ કે જેઓની કેમિકલ ની હેરાફેરી તથા ગેરકાયદે વેપલામાં સંડોવણી ખુલવા પામી હતી તેઓની બન્ને હોટલો અગાઉ તોડી પડાઈ છે ત્‍યારે ફરી એક વખત તંત્ર દ્વારા ગુનેગારો સામે લાલ આંખ કરતા આરોપીની હોટલ પર બુલડોઝર ફેરવી તોડી પાડતા બે નંબરીયા તત્‍વો ગાયબ થઇ ગયા છે

(11:28 AM IST)