News of Saturday, 3rd May 2025
વર્ષ ૨૦૨૪-૨૫માં અદાણી પોર્ટનો નફો ૩૭% વધ્યો આજસુધીનો સૌથી વિક્રમી રૂા.૧૧,૦૬૧ કરોડનો નફો
મુંદ્રા બંદરે ૨૦૦ MMT કાર્ગો હેન્ડલિંગનો અને કેરળના વિંઝીન્મ બંદરે ૧૦૦,૦૦૦ કન્ટેનર હેન્ડલિંગનો રેકોર્ડઃ શેર દીઠ રૂા.૭.૦૦ ડિવીડન્ડની બોર્ડની ભલામણ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨: અદાણી પોર્ટસ એન્ડ સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન લિ.(એપીએસઇઝેડ) એ ૩૧ માર્ચ, ૨૦૨૫ ના રોજ પૂરા થતાં ક્વાર્ટર અને નાણાકીય વર્ષના પરિણામો જાહેર કર્યા છે.
એપીએએસઇઝેડના પૂર્ણકાલિન ડાયરેક્ટર અને સી.ઇ.ઓ. અશ્વની ગુપ્તાએ આ પરિણામો વિષે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ ૨૫ માં કર બાદના નફામાં અમારો વિક્રમી પરિણામો નોંધાયા છે જેમાં ઈં ૧૧,૦૦૦ કરોડના આંકને વટાવ્યો છે. કંપની ના લાંબાગાળાના નિર્ણયો અને બિસનેસ કુશળતા થકી ૪૫૦ MMT કાર્ગો હેન્ડલ કર્યો છે.
કચ્છ ના મુંદ્રા બંદરે ૨૦૦ મિલીયન મેટ્રિક ટન અને કેરળના વિઝિંન્મ બંદરે ૧૦૦,૦૦૦ કન્ટેનર હેન્ડલિંગ વોલ્યુમ ઙ્કાપ્ત કરવા સુધી ઉપરાંત NQXT અને એસ્ટ્રો ઓફશોરના વ્યૂહાત્મક હસ્તાંતરણ સુધીના બધા જ સિમાચિホનો અમને વિશ્વના સૌથી મોટા પોર્ટ અને લોજિસ્ટિક્સ કંપની બનાવે છે. મજબૂત ફંડામેન્ટલ્સ, ઉદ્યોગ પ્રેરીત ઇએસજી રેટિંગ્સ અને અવિરત અને ઉત્કળષ્ઠ કામગીરી સાથે અમે નાણાકીય વર્ષ-૨૬માં પણ વધુ સારા બિઝનેસ કુશળતા પ્રાપ્ત કરીશું. નાણાકીય વર્ષ ૨૫માં આવક, એબિડ્ટા અને કર બાદના નફામાં અનુક્રમે ૧૬ ટકા, ૨૦ ટકા અને ૩૭ ટકાનો વધારો થયો છે, લગભગ સરખા સમયગાળામાં આવક અને એબિડ્ટાએ ગાઇડન્સ આંક ને પણ વટાવ્યો છે. આ દરમિયાન વ્યૂહાત્મક લક્ષ્યો હાંસલ કર્યા છે. જેમાં ગોપાલપુર પોર્ટનું હસ્તાંતરણ અને વિઝિંજામ પોર્ટ અને કોલંબો બંદરમાં ઓપરેશન શરૂ થયા છે. બોર્ડે વાર્ષિક ૫૦ મિલીયન મેટ્રિક ટન ક્ષમતાના ઓસ્ટ્રેલિયાના NQXTના સંપાદનને મંજૂરી, કોલકત્તા પોર્ટ ખાતે ઓપરેશન-મેન્ટેનન્સનો આરંભ, દીનદયાળ પોર્ટમાં બર્થ નં. ૧૩ના ડેવલપમેન્ટ માટે કન્સેસન એગ્રીમેન્ટ કરવા અને એસ્ટ્રો ઓફશોરના હસ્તાંતરણ સામેલ છે. નાણાકીય વર્ષ -૨૫ માટે એપીએસઇઝેડના બોર્ડે શેર-દીઠ રૂા. ૭ ડિવિડન્ડની ભલામણ કરી છે. અત્યાર સુધીનું સૌથી મહત્તમ ૪૫૦ મિલીયન મેટ્રિક ટન કાર્ગો વોલ્યુમ હાંસલ કરવા સાથે એક જ વર્ષમાં ૨૦૦ મિલીયન મેટ્રિક ટન પાર કરનાર કચ્છ સ્થિત મુંદ્રા ભારતનું પ્રથમ બંદર બન્યું છે. અસ્કયામતમાં અભિવળધ્ધિ, કન્ટેનર અને બલ્ક કાર્ગો વોલ્યુમમાં વળદ્ધિ, ટ્રકીંગ અને ફ્રેઇટ નેટવર્કના કારણે લોજિસ્ટિક્સની આવકમાં ૩૯ ટકા વધારો થયો છે. દરિયાઇ સેવાઓની આવકમાં બે વર્ષમાં ત્રણ ગણો વધારો કરવા લક્ષ્ય છે. નાણાકીય વર્ષ ૨૬ માં મજબૂત વળદ્ધિ. માર્ગદર્શીત આવક અને એબિડ્ટા અનુક્રમે, રુ.૩૬,૦૦૦-૩૮,૦૦૦ કરોડ અને રુ.૨૧,૦૦૦- ૨૨,૦૦૦ કરોડ થવા અંદાજ છે.
(11:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
