News of Saturday, 3rd May 2025
પૂ. કરશનદાસબાપુ આઇસીયુમાં: તબિયતમાં સુધારો
નબળાઇ સાથે હૃદયના ધબકારા ધીમા પડી જતા પેસમેકર મુકાયુઃ સિનર્જી હોસ્પિટલમાં ૩ તબીબોની ટીમ દ્વારા સઘન સારવાર

રાજકોટ તા. ૩ :.. સુપ્રસિધ્ધ યાત્રાધામ પરબધામના મહંત પૂ. કરશનદાસબાપુની તબીયત ગઇકાલે બગડતા રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ગઇકાલે પલ્સરેટ રપ જેવા થઇ જતા સિનર્જી હોસ્પિટલના ડો. શ્રેણીક દોશી, ડો. વિશાલ પોપટાણી, ડો. જયેશ ડોબરીયા સહિતની ટીમે સઘન સારવાર શરૂ કરીને તાબડતોબ પરમેનેન્ટ પેસમેકર મુકીને હાલમાં તેઓને આઇસીયુમાં તબીબોની દેખરેખ હેઠળ સારવાર આપવામાં આવી રહી છે. અને હાલમાં તેમની તબીયતમાં સુધારો થઇ રહ્યો છે.
વિશ્વ પ્રખ્યાત જુનાગઢના પરબધામના મહંત કરશનદાસબાપુ જેમની ઉમર હાલ ૮૭ વર્ષની છે. તેઓને આજે સવારે અચાનક નબળાઇ જેવું લાગતા તેઓ સેવક સાથે રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં હેલ્થ ચેકઅપ માટે ગયા હતાં. ત્યાં તેમનું તબીબો દ્વારા હેલ્થ ચેકઅપ કરવામાં આવતા મહંતના હૃદયના ધબકારા ધીમા હોવાનું જણાઇ આવતા તબીબોએ હાલ તેમને આઇસીયુમાં દાખલ કરીને ઓબ્ઝર્વેશન માટે રાખ્યા હોવાનું તેમના સેવકગણ દ્વારા જણાવાયું છે.
(12:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
