News of Saturday, 3rd May 2025
જામખંભાળીયા પાસે રિક્ષા પલ્ટી જતાં ભંગારના ધંધાર્થી નાનુ વઢીયારાનું મોત
સારવાર માટે રાજકોટ ખસેડાયો પણ દમ તોડી દીધોઃ આઠ સંતાને પિતાની છત્રછાંયા ગુમાવતાં પરિવારમાં અરેરાટી

રાજકોટ તા. ૩: જામખંભાળીયા નજીક રિક્ષા પલ્ટી ખાઇ જતાં ભંગારના ધંધાર્થી યુવાનને ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. પરંતુ તેનું મોત થયું હતું.
ખંભાળીયામાં પીરની દરગાહ પાસે રહેતો નાનુભાઇ બાલુભાઇ વઢીયારા (ઉ.વ.૩૫) પહેલી તારીખે બપોરે અઢી વાગ્યા આસપાસ મનસુખભાઇની રિક્ષામાં બેસીને જતો હતો ત્યારે જામખંભાળીયામાં સોનલ માતાના મંદિર પાસે રિક્ષા પલ્ટી મારી જતાં નાનુભાઇને ગંભીર ઇજા થતાં ખંભાળીયા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. અહિ ગત મોડી રાતે મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
નાનુભાઇ ચાર ભાઇ અને એક બહેનમાં ત્રીજો હતો અને ભંગારનો ધંધો કરતો હતો. તેને સંતાનમાં પાંચ પુત્રી અને ત્રણ પુત્ર છે. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, ચંદ્રસિંહ, તોૈફિકભાઇ, ધર્મેન્દ્રભાઇ, ભગીરથસિંહે જાણ કરતાં જામખંભાળીયા પોલીસે કાર્યવાહી કરી હતી
(11:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
