News of Saturday, 3rd May 2025
પોરબંદરની નવરચિત મહાનગરપાલિકા દ્વારા લોક ફરિયાદો સાંભળવા વિનામુલ્યે હેલ્પલાઇન
લોકો સરળતાથી પોતાના પ્રશ્નો રજૂ કરી શકશેઃ પ્રશ્નોનો ત્વરિત નિકાલ થાય તેવી સુદ્રઢ વ્યવસ્થા

પોરબંદર, તા. ૩: મહાનગરપાલિકા નગરજનોને ઝડપી, પારદર્શક અને જવાબદાર શહેરી સેવા આપવાના ધ્યેય સાથે પ્રયત્નશીલ છે. મહાનગરપાલિકા દ્વારા નગરજનો માટે વિશિષ્ટ ટોલ ફ્રી હેલ્પલાઇન સેવા શરૂ કરવામાં આવી છે, નાગરિકો સરળતાથી પોતાની ફરીયાદો, સુચનો કે ગેરરીતિઓ અંગે જાણ કરી શકશે. ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર ૧૮૦૦ ૨૩૩ ૦૨૮૬ છે.
આ સેવાનો સમય માં લોકો પોતાના પ્રશ્ન સવારે ૦૮:૦૦ થી રાત્રે ૧૨:૦૦ વાગ્યા સુધી નોંઘાવી શકાશે.
નગરની સફાઈ અને કચરા ઉઠાવવા, પીવાના પાણીની અછત અથવા લાઇન લીકેજ, નિકાસ નાળાની સમસ્યાઓ, સ્ટ્રીટ લાઈટ બંદ કે ફોલ્ટ અંગે, અવરોધિત રસ્તા, ખરાબ રસ્તાઓ, ખુલ્લી ગટર વિગેરે અંગે તેમજ અન્ય નાગરિક સુવિધાઓ સંબંધિત પ્રશ્નો આ હેલ્પલાઇન પર નાગરિકો પોતાની ફરીયાદો નોંધાવી શકશે જે નિયત સમયમર્યાદામાં વિગતવાર વિભાગો સુધી પહોંચાડવામાં આવશે અને પગલાં લેવાશે. વધુમાં દરેક ફરિયાદનો ટ્રેક રેકોર્ડ રાખવામાં આવશે જેથી કામગીરીમાં પારદર્શિતા અને જવાબદારી નક્કી થાય.
મહાનગરપાલિકા તમામ નાગરિકોને આ સેવા ઉપયોગમાં લેવા અનુરોધ કરે છે અને ખાતરી આપે છે કે, દરેક ફરિયાદને ગંભીરતાપૂર્વક લઈ યોગ્ય નિરાકરણ કરવામાં આવશે. આ સેવા દ્વારા નગરજનોના સહયોગથી પોરબંદરને વધુ સ્વચ્છ, સુવ્યવસ્થિત બનાવવા મહાનગરપાલિકા પ્રતિબધ્ધ છે લોક પ્રશ્ન નિકાલ માટેની ફી હૈલપ લાઇનનો લાભ લેવા મહાનગર પાલિકાની યાદીમાં જણાવાયું છે.
(2:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
