હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પોરબંદરની સાયન્સ કોલેજના ર૩ થી વધુ વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની પરીક્ષામાં એકજ વિષયમાં નાપાસ
ટોપ કલાસમાં આવતા વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો ચોંકી ઉઠયાઃ વિદ્યાર્થી નેતા કિશન રાઠોડ દ્વારા યુનિવર્સિટીમાં રજુઆત : યુનિવર્સિટીની ભૂલ કે અન્ય કારણ...? : વિદ્યાર્થીઓ ચિંતામાં મુકાયાં: સારી રીતે પેપર લખનારા તમામને એક સરખા માકર્સ

પોરબંદર, તા. ૩: એમ.ડી સાયન્સ કોલેજમાં ૨૩ થી વધુ વિધાર્થીઓને એક જ વિષય અને એક સરખા વિષયમાં યુનિવર્સિટી દ્વારા ફરી નાપાસ જાહેર કરતા, વિધાર્થી નેતા કિશન રાઠોડએ આ પ્રશ્ને યુનિવર્સિટીમાં રજૂઆત કરી છે.
એમ.ડી સાયન્સ કોલેજ જેમાં આજુબાજુના જિલ્લા/ગામડાઓ હજારો વિધાર્થી વિધાર્થીઓ અભ્યાસ માટે આવતા હોય છે.આ એક માત્ર સાયન્સ કોલેજ છે જે સરકારી ગ્રાન્ટેડ છે, જેમાં નોમિલ ફી માં વિધાર્થીઓ અભ્યાસ કરી શકે છે. આજે અહી અભ્યાસ કરતા વિદ્યાર્થી દ્વારા જણાવામાં આવ્યુ છે કે યુનિવર્સિટીને તેમની સાથે કોઇ ગાઢ પ્રેમ હોય તેમ હર વર્ષે એક જ ભુલ દોહરાવામાં આવે છે, હર વર્ષે અમોને કેમેસ્ટ્રી કોડ- ૫૦૨ માં નાપાસ કર્યા કરે છે. આજે જે પરિણામ જાહેર થયુ છે તેમાં રિમિડિયલ પરીક્ષામાં ૨૩ થી વધુ વિધાર્થીઓને ફરી નાપાસ કરવામાં આવ્યા છે.
જે પરિણામ યુનિવર્સિટીની વેબસાઇટ પર મુકવામાં આવ્યું છે તે તમામ વિધાર્થીઓની આશાથી વિપરિત પરિણામ આવ્યું છે. જે પરિણામથી તમામ વિધાર્થીઓ ચોકિંત થઇ ગયા હતા જે કોલેજમાં ટોપ કરતા હતા તેમનુ પરિણામ પણ વિપરિત આવતા કોલેજનાં પ્રોફેસરો પણ ચોંકી ઉઠયા હતા.
અન્યાય થયેલા વિદ્યાર્થીઓ દ્વારા વિધાર્થી આગેવાન કિશન રાઠોડને આ બાબતની જાણ કરવામાં આવી હતી જાણતાં જાણવા મળ્યું છે કે યુનિવર્સિટી દ્વારા રિમિડિયલ પરિક્ષા લેવાઇ હતી સેમેસ્ટર-પ ની તે પરિક્ષાના પરિણામમાં વિધાર્થીઓ સાથે અન્યાય કરવામાં આવ્યો છે. જે પણ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.
યુનિવર્સિટી દ્વારા તેમાં કયાંક ને કયાંક યુનિવર્સિટીમાં કોઇ છબરડો થયો હોય તેવુ લાગી રહ્યું છે. કેમ કે એક સાથે એક જ કોલેજનાં ૨૩ કરતા વધુ વિધાર્થીઓને એક જ વિષયમાં નાપાસ તેમજ માર્કસ ઓછા આપવામાં આવ્યા છે. યુનિવર્સિટીની ભુલ હોય કે કોઇ બીજુ કારણ હોય જેમને લીધે આજે આ તમામ વિધાર્થીઓ ચિંતા મુકાઇ ગયા છે. તમામ વિધાર્થીઓનુ કહેવુ છે અમે સારી રીતે પેપર લખ્યું છે છતા અમો બધાને માર્કસ એક સરખાં આપ્યાં છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
