News of Saturday, 3rd May 2025
જુનાગઢ ગીરનાર દરવાજા વિસ્તારમાં દૂષિત પાણીના કારણે એકનું મોત : અનેક બીમાર
ગટરના પાણી પીવાના પાણીમાં ભળી જતા રોગચાળો ફાટી નીકળ્યાનો રહીશોનો આક્ષેપ :ઘણા ગટરનું કામ ચાલુ

જુનાગઢના ગિરનાર દરવાજા વિસ્તારમાં આવેલા અયોધ્યા એપાર્ટમેન્ટમાં ગટરના પાણી પીવાના પાણીમાં ભળી જતા સાત લોકોને તેની અસર થઈ છે અને એક વ્યક્તિનું મોત થઈ આવવાનો આક્ષેપ એપાર્ટમેન્ટ વાસીઓ દ્વારા કરવામાં આવ્યો છે.
જૂનાગઢના ગિરનાર દરવાજા વિસ્તારમાં આવેલ ગોધાવાવની પાટી નજીક છેલ્લા ઘણા સમયથી ગટરનું કામ ચાલી રહ્યું છે પીવાના પાણીની પાઇપલાઇનમાં ગટરનું પાણી ભળી ગયું હતું... આઠ દિવસથી અયોધ્યા એપાર્ટમેન્ટમાં રહેતા 30 ઘરના લોકો આ પાણી નો ઉપયોગ કરી રહ્યા છે જેને કારણે 15 જેટલા ઘરમાં ઝાડા ઉલટીના કેસ જોવા મળ્યા છે અને લોકો બીમાર પડ્યા છે ત્યારે હરશુખભાઈ કાંતિભાઈ રાણીગા નામના ૬૦ વર્ષના વૃદ્ધનું આ પાણી પીવાના કારણે બીમાર પડવાથી મૃત્યુ થયું છે તેઓ આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો છે અને તાત્કાલિક ગટરનું પાણી છે માટે અને કામગીરી પૂર્ણ કરી અને પીવાનું પાણી ફરીથી શુદ્ધ વિતરણ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે...
ગિરનાર રોડ પર આવેલ અયોધ્યા એપાર્ટમેન્ટની ઘટનાને લઈને ભૂગર્ભ અને આરોગ્યની ટીમને સ્થળ તપાસ કરવાના આદેશ આપેલ હોય જેમાં અયોધ્યા એપાર્ટમેન્ટ ના પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હોય અને સરકારી લેબોરેટરીમાં મોકલવામાં આવેલ હોય રિપોર્ટ આવ્યા બાદ દોષિત પાણી પીવાના પાણીમાં ભળતું હશે તો જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવશે ગિરનાર રોડ ઉપર આવેલ અયોધ્યા એપાર્ટમેન્ટમાં ગટરના ગંદા પાણી પીવાના પાણીમાં ભરી જવાની ઘટના થઈ જાડા ઉલટી થયા હોય અને એક વ્યક્તિના મોતનો પણ સ્થાનિક લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે.
(5:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
