News of Sunday, 4th May 2025
મોરબીના મોટી વાવડી ગામે વાડીની ઓરડીમાંથી ૧૧૪ બોટલ દારૂનો જથ્થો ઝડપાયો
આરોપી રાહુલ મહેશ ચાવડા અને અરમાન ઇકબાલ જુણેજા એમ બે શખ્સોને ઝડપી લીધા .

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : મોટી વાવડી ગામની સીમમાં આવેલ વાડીની ઓરડીમાં રેડ કરી પોલીસે ઈંગ્લીશ દારૂની ૧૧૪ બોટલનો જથ્થો જપ્ત કરી બે આરોપીને ઝડપી લીધા છે અન્ય એક આરોપીનું નામ ખુલતા પોલીસે વધુ તપાસ ચલાવી છે
મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોટી વાવડી ગામની સીમમાં આવેલ વાડીની ઓરડીમાં દારૂનો જથ્થો રાખી વેચાણ કરતા હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જ્યાં વાડીની ઓરડીમાંથી દારૂની ૧૧૪ બોટલ કીમત રૂ ૫૮,૬૮૦ નો મુદામાલ મળી આવતા પોલીસે દારૂનો જથ્થો કબજે લીધો હતો આરોપી રાહુલ મહેશ ચાવડા અને અરમાન ઇકબાલ જુણેજા એમ બે શખ્શોને ઝડપી લીધા છે અન્ય આરોપી નઝીર રહીમ સંધી (રહે ભગવતીપરા રાજકોટ વાળો ) હાજર મળી આવ્યો ના હતો જેથી આરોપી વિરુદ્ધ પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
(1:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
