તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૧ સોમવાર
News of Sunday, 4th May 2025
એસ.ટી.બસની સુવિધા થકી જામનગરથી અલીયાબાડા પરીક્ષા કેન્દ્ર સુધી સલામત રીતે પહોચાડવા બદલ આભાર : નિકિતાબા જાડેજા (વિદ્યાર્થીની) :જુઓ વિડીયો
NEET (UG)-૨૦૨૫ની પરીક્ષાને ધ્યાનમાં રાખીને જીલ્લા વહીવટી તંત્ર દ્વારા દુરના પરીક્ષા કેન્દ્રો અલીયાબાડા અને વાલસુરા ખાતે એસ.ટી. બસોની સુવિધા

જામનગર : જામનગર જીલ્લામાં યોજાયેલ NEET (UG)-૨૦૨૫ની પરીક્ષાને ધ્યાનમાં રાખીને જીલ્લા વહીવટી તંત્ર દ્વારા દુરના પરીક્ષા કેન્દ્રો અલીયાબાડા અને વાલસુરા ખાતે એસ.ટી. બસોની સુવિધા કરવામાં આવી હતી. જેથી કરીને ગરમીમાં વિદ્યાર્થીઓને વાહનો ન બદલવા પડે અને સમયસર પરીક્ષા સ્થળે પહોચી શકાય.
NEET (UG)-૨૦૨૫ની પરીક્ષા આપવા પહોચેલ વિદ્યાર્થીની નિકિતાબા જાડેજા જણાવે છે, કે તેઓનું પરીક્ષા સેન્ટર અલીયાબાડા હતું. જેથી એસ.ટી. વિભાગ દ્વારા જામનગરથી જવાહર નવોદય સ્કુલ સુધી વિશેષ બસની વ્યવસ્થા કરવામાં આવી હતી. સવારે ૧૦:૦૦ કલાકે બસની સહાય પૂરી પાડવામાં આવતા સમય પહેલા જ સલામત રીતે પરીક્ષા સ્થળે પહોચી ગયા હતા અને પરીક્ષા પૂર્ણ થયા બાદ પણ બસ મારફતે પરીક્ષા સ્થળથી ઘર સુધી સલામત રીતે પહોચાડવા બદલ હું તંત્ર અને સરકારનો આભાર વ્યક્ત કરું છું.
(8:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
