તા. ૭ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૨ શુક્રવાર
News of Sunday, 4th May 2025
મોરબીના અણીયરી ટોલનાકા પાસે પેપર મિલના વેસ્ટ પેપરના ગોડાઉનમાં વિકરાળ આગ: ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો
કારખાનેદારને 35 થી 40 કરોડનું નુકસાન થવાનો અંદાજ : મોરબી, રાજકોટ, હળવદ અને ધાંગધ્રા ફાયર વિભાગને કોલ :આગ ચાર કલાક પછી પણ બેકાબુ, હજુ 24 કલાક કરતા વધુ સમય લાગે તેવી શક્યતા

મોરબીમાં અણીયારી ટોલનાકા નજીક આવેલ પેપર મિલના ગોડાઉનમાં પડેલ વેસ્ટ પેપર ના જથ્થાની અંદર મોટા પ્રમાણમાં આગ લાગી છે જેથી કરીને બહારથી ફાયરના વાહનોને બોલાવવામાં આવ્યા છે અને આગને કાબુમાં લેવા માટેના ફાયર વિભાગ દ્વારા પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે પરંતુ કરોડો રૂપિયાનું નુકસાન કારખાનેદારને થાય તેવું દેખાઈ રહ્યું છે
હાલમાં મળતી માહિતી મુજબ અણીયારી ટોલનાકા પાસે આવેલ લિમિટ પેપર મિલનો વેસ્ટ પેપર રાખવા માટેના ગોડાઉનની અંદર આજે બપોરના ત્રણેક વાગ્યાના અરસમાં કોઈ કારણોસર આગ લાગવાની ઘટના બની છે અને જોત જોતામાં વેસ્ટ પેપરનો મોટો જથ્થો આગની ઝપેટમાં આવી ગયો છે જેથી કરીને આ અંગેની મોરબી, રાજકોટ, હળવદ અને ધાંગધ્રા ના ફાયદા વિભાગને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચવા માટે થઈને રવાના થયેલ છે અને કારખાનાના ગોડાઉન ની અંદર લાગેલી આગ કાબુમાં કરવા માટેના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે
પેપરમીલે ભાડે રાખેલ ગોડાઉનમાં લાગેલ આગ ચાર કલાક પછી પણ બેકાબુ, હજુ 24 કલાક કરતા વધુ સમય લાગે તેવી શક્યતા છે
જોકે વધુમાં મળતી વિગત પ્રમાણે હાલમાં જે જગ્યા ઉપર આગ લાગી છે ત્યાં અંદાજે 18 થી 20 હજાર ટન જેટલો પેપર વેસ્ટ પડ્યો છે જેથી આગ સમયસર કાબુમાં ન આવે તો કારખાનેદારને અંદાજે 35 થી 40 કરોડનું નુકસાન થવાની શક્યતા છે.
(9:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
