<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th May 2025

જસદણ ભાજપના પીઢ અગ્રણી અશોકભાઈ મહેતાને જિલ્લા ભાજપ પ્રમુખ ઢોલરીયાએ અંજલી આપી

 

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ, તા.૫: રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અને ગોંડલ યાર્ડના ચેરમેન અલ્‍પેશભાઈ ઢોલરીયા, રાજકોટ જિલ્લા ભાજપના મહામંત્રી હરેશભાઈ હેરભા, રાજકોટ જિલ્લા ભાજપના ઉપાધ્‍યક્ષ રાજુભાઈ ધારૈયા સહિતના જીલ્લાના  હોદ્દદારાએ સ્‍વ. અશોકભાઈ મહેતાને દિવ્‍યાંજલી અર્પણ કરી હતી.  અલ્‍પેશભાઈ  ઢોલરીયાએ જણાવ્‍યું હતું કે તેઓ અમારા ભાજપના વડીલ હતા. થોડા દિવસો પહેલા જ અશોકભાઈને મળવાનું થયું હતું તેના સંસ્‍મરણો પણ અલ્‍પેશભાઈ ઢોલરીયાએ જણાવ્‍યા હતા. જિલ્લા ભાજપની ટીમે મુકુલભાઈ મહેતા, વિરલભાઈ મહેતા સહિતના મહેતા પરિવારના સભ્‍યોને સાંત્‍વના આપી હતી. જિલ્લા ભાજપની ટીમની સાથે ભાજપના સિનિયર અગ્રણી ચંદુભાઈ કચ્‍છી, જસદણ ભાજપ ઙ્કમુખ વિજયભાઈ રાઠોડ,  જસદણ યાર્ડના નવનિયુક્‍ત ચેરમેન રમેશભાઈ હીરપરા, ભાજપના પૂર્વ  ઙ્કમુખ અનિલભાઈ મકાણી,  ભાજપ મહામંત્રી સાગરભાઈ સાવલિયા વગેરે  લોકો મહેતા પરિવારના દુઃખમાં સહભાગી થવા ઉપસ્‍થિત રહ્યા હતા.

(12:26 PM IST)