News of Monday, 5th May 2025
દિવ્યાંગજનો માટે સૌપ્રથમ વખત તૈયાર કરાયેલી નાગરિક સંરક્ષણ તાલીમની બ્રેઈલ લિપિ પુસ્તિકાઓનું કચ્છ જિલ્લા કલેક્ટર આનંદ પટેલના હસ્તે વિમોચન
દિવ્યાંગોને નાગરિક સંરક્ષણ તાલીમઃ કચ્છ જિલ્લાના નાગરિક સંરક્ષણ તંત્રની અનોખી પહેલ કચ્છ નાગરિક સંરક્ષણ તંત્ર એ દેશમાં બ્રેઈલ લિપિના માધ્યમથી નાગરિક સંરક્ષણ તાલીમના દ્વાર ખોલ્યાં: દેશના ૫૦ લાખ અંધજનોને આપાતકાલીન સ્થિતિમાં રાહત અને બચાવની તાલીમ સંભવ બનશેઃ ભૂકંપ, પૂર, આગ સહિતના બનાવમાં સૌથી વધુ ભયજનક સ્થિતિમાં મૂકાતા અંધજનો માટે બ્રેઈલ લિપિથી નાગરિક સંરક્ષણ તાલીમની નવતર પહેલ

ભુજ તા.પઃ કચ્છ કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ આનંદ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં નાયબ નિયંત્રક અને અધિક કલેક્ટર ધવલ પંડ્યા અને નાગરિક સંરક્ષણ કચેરી, ભુજ દ્વારા લાલજીભાઈ પ્રજાપતિ, જનરલ સેક્રેટરી હિમાંશુ સોમપુરા, સેક્રેટરી, હરજીભાઈ લાછાણી, ટ્રસ્ટી તથા ખીમજીભાઈ વેકરીયા, ટ્રસ્ટીશ્રીના સહકારથી નવજીવન અંધજન મંડળ, માધાપર ખાતે અંદાજે ૧૩૮ જેટલા દિવ્યાંગ બાળકો અને કર્મચારીઓને નાગરિક સંરક્ષણની ઙ્કાથમિક તાલીમ આપવામાં આવી હતી.
દિવ્યાંગ લોકો માટેની આ તાલીમ યોજવા માટે નાગરિક સંરક્ષણ કચેરી ભુજ દ્વારા તેઓના તાલીમ મોડ્યુલ્સ જેમાં નાગરિક સંરક્ષણ દળ વિશે પ્રાથમિક માહિતી, પ્રાથમિક સારવાર વિશે, ફાયર અને સેફ્ટી તેમજ ૧૦૮ ઈમરજન્સી હેલ્પલાઇન અને અભયમ મહિલા હેલ્પલાઇન વિશે માહિતી દર્શાવતા મોડ્યુલને હિમાંશુ સોમપુરાના સહયોગથી બ્રેઇલ લિપિમાં તૈયાર કરાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત બધિર બાળકો માટે રમાબેન કોરિયા અને સુશ્રી ભક્તિબેન ત્રિવેદી દ્વારા સાઇન લેંગ્વેજથી તાલીમના તમામ મોડ્યુલની સમજણ આપી શકાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા મેજિસ્ટ્રેટ અને નિયંત્રક આનંદ પટેલ(આઈ.એ.એસ.) એ આ ઙ્કકારની દિવ્યાંગ લોકો માટે તાલીમની પહેલને બિરદાવી હતી અને તેમજ દરેક સંવેદનશીલ જૂથના લોકો આ પ્રાથમિક તાલીમ મેળવે તે જરૂરી છે, એમ ભારપૂર્વક જણાવ્યું હતું. સૌપ્રથમ વખત બ્રેઈલ લિપિની મદદથી દિવ્યાંગજનોને નાગરિક સંરક્ષણ તાલીમને જિલ્લા કલેક્ટરશ્રીએ આનંદ પટેલે એ ખૂબ જ મહત્વપૂર્ણ બાબત ગણાવી હતી. બ્રેઈલ લિપિના માધ્યમથી તાલીમ આપવાનો આ પ્રયાસ દિવ્યાંગજનો માટે આપદાની સ્થિતિમાં જીવનરક્ષક સાબિત થશે એમ જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.જિલ્લા કલેક્ટરશ્રીએ આ બ્રેઈલ લિપિના નાગરિક સંરક્ષણ તાલીમ મોડ્યુલ ગુજરાત રાજ્યકક્ષાએ અને ભાષાંતર થયા બાદ દેશના અન્ય તમામ રાજ્યોમાં રહેતા દિવ્યાંગજનો માટે પણ મદદરૂપ થશે એમ ઉમેર્યું હતું. આ ઉપરાંત, જિલ્લા કલેક્ટરશ્રીએ નવચેતન અંધજન મંડળ સંસ્થાની દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટેની કામગીરી પ્રસંશનીય ગણાવી હતી.
ભુજ નાગરિક સંરક્ષણ કચેરીના નાયબનિયંત્રક અને એડિશનલ કલેક્ટર ધવલ પંડ્યાએ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહીને દિવ્યાંગજનોને પ્રોત્સાહિત કરવા બદલ જિલ્લા કલેક્ટરશ્રીનો આભાર માનીને આ પ્રકારની તાલીમો કચ્છના અન્ય સ્થળોએ આયોજિત થાય અને દરેક સંવેદનશીલ જૂથ માટે તાલીમ સુગમ્ય બને એવી લાગણી વ્યક્ત કરી હતી. ધવલ પંડ્યાએ વધુમાં ઉમેર્યું હતું કે, કોઈપણ વ્યક્તિ શારીરિક ખામી હોવાના લીધે નાગરિક સંરક્ષણ તાલીમથી વંચિત ના રહે એ દિશામાં બ્રેઈલ લિપિ નાગરિક સંરક્ષણ તાલીમ મોડ્યુલ ખૂબ જ ઉપયોગી બનશે.
દિવ્યાંગજનોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ કચ્છની સંસ્થા એટલે શ્રી નવચેતન અંધજન મંડળ, માધાપર
વર્ષ ૧૯૭૬માં પ્રજ્ઞાચક્ષુશ્રી લાલજીભાઈ એમ. પ્રજાપતિ દ્વારા સ્થાપિત શ્રી નવચેતન અંધજન મંડળ દિવ્યાંગજનો માટે શિક્ષણ, તાલીમ, રોજગાર, સ્વાસ્થ્ય અને રમતગમત ક્ષેત્રે અનેકવિધ સેવાઓ આપે છે. ભચાઉ ખાતે પ્રજ્ઞાચક્ષુ અને બિન દિવ્યાંગ લોકો માટે વળદ્ધાશ્રમ અને માધાપર ખાતે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, કુમાર અને કન્યા છાત્રાલયો, લાયબ્રેરી, માનસિક શક્તિ સંવર્ધન કેન્દ્ર અને ફિઝિયોથેરોપી સેન્ટર કાર્યરત છે. અહીં ૩૦૦થી વધુ દિવ્યાંગ અને બિનદિવ્યાંગ વિદ્યાર્થીઓ આધુનિક ટેક્રોલોજીથી ધોરણ ૧થી ૧૨ સુધી શિક્ષણની ઉત્તમસુવિધા ઉપલબ્ધ છે.
કચ્છ નાગરિક સંરક્ષણ કચેરી દ્વારા વર્ષ ૨૦૨૫મા ૭૪૦૦થી વધુ લોકોને નાગરિક સંરક્ષણ તાલીમ અપાઈ
ભારતમાં નાગરિક સંરક્ષણ ધારો સને ૧૯૬૮માં સંસદે લાગુ પાડ્યો જે અંતર્ગત ભારત દેશમાં કુલ - ૨૨૫ જેટલા ટાઉનમાં નાગરિક સંરક્ષણની કચેરીઓ કાર્યરત છે. જે પૈકી ગુજરાતમાં હાલ કુલ - ૧૪ ટાઉનમાં નાગરિક સંરક્ષણ દળ કાર્ય કરી રહ્યું છે. જે અન્વયે કચ્છ જિલ્લામાં ભુજ, ગાંધીધામ અને નલીયા ખાતે નાગરિક સંરક્ષણની કચેરીઓ આવેલી છે.
નાગરિક સંરક્ષણ કચેરી, કચ્છ દ્વારા વર્ષ - ૨૦૨૫માં કચ્છ જિલ્લામાં વિવિધ સ્કૂલ, કોલેજ, એન.જી.ઓ. અને અગરીયાઓને પ્રાથમિક તાલીમ આપવામાં આવી. જેમાં ૨૭ જેટલા વર્ગોનું આયોજન કરીને કુલ - ૭૪૦૪ જેટલા તાલીમાર્થીઓને નાગરિક સંરક્ષણની પ્રાથમિક તાલીમ આપવાની કામગીરી કરવામાં આવી છે તેમ નાયબ નિયંત્રક અને અધિક કલેક્ટર ધવલ પંડ્યા દ્વારા જણાવાયું છે.
(11:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
