<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th May 2025

ભાડલા પાસે ૪૧.ર૩ લાખનો દારૂ ભરેલ ટ્રક પકડાયો

જસદણમાં SMCના દરોડા બાદ રાજકોટ રૂરલ ક્રાઇમ બ્રાંચ અને ભાડલા પોલીસે દારૂ બિયરનો જથ્‍થો ઝડપી લીધોઃ પ૧.૪૮ લાખના મુદામાલ સાથે ટ્રક ડ્રાઇવરની ધરપકડ

(તસ્‍વીરમાં પકડાયેલ દારૂનો જથ્‍થો અને ટ્રક ડ્રાઇવર નજરે પડે છે)

રાજકોટ, તા. પઃ જસદણમાં સ્‍ટેટ વિજીલન્‍સે દારૂનો જથ્‍થો ઝડપી લીધા બાદ ભાડલા પાસેથી રાજકોટ રૂરલ ક્રાઇમ બ્રાંચ અને ભાડલા પોલીસે ૪૧.ર૩ લાખનો દારૂ-બિયરનો જથ્‍થો ભરી ટ્રક પકડી પાડી ટ્રક ડ્રાઇવરની ધરપકડ કરી છે. પોલીસે ટ્રક સહિત કુલ પ૧.૪૮ લાખનો મુદામાલ કબ્‍જે કર્યો છે.

રાજકોટ રેન્‍જના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ તથા રાજકોટ ગ્રામ્‍ય જીલ્લાના પોલીસ અધિક્ષક હિમકરસિંહ  તેમજ ગોંડલના મદદનીશ પોલીસ અધિક્ષક સીમરન ભારદ્વાજ એ જીલ્લામાં પ્રોહી જુગારની પ્રવૃતિ નેસ્‍ત નાબુદ કરવા માટે સુચના કરેલ હોય જે અન્‍વયે એલ.સી.બી. રાજકોટ ગ્રામ્‍યના પો.ઇન્‍સ. વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્‍સ. એચ.સી. ગોહીલ ના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્‍ચની ટીમ પ્રોહી જુગારની કામગીરીમાં હતી.

દરમિયાન એલ.સી.બી. ટીમના માણસોને સંયુક્‍ત રીતે મળેલ બાતમી હકિકતના આધારે એલ.સી.બી. તથા ભાડલા પો.સ્‍ટે.ના ઇન્‍ચા. પો.ઇન્‍સ જે.એચ સીસોદિયા તથા ભાડલા પો.સ્‍ટે. ના સ્‍ટાફ દ્રારા ભાડલા પો.સ્‍ટે. વિસ્‍તારમાં આવેલ ભંડારીયા ગામેથી આગળ ગઢડીયા(જામ) ગામ જવાના રસ્‍તા પાસેથી ૪૧.ર૩ લાખનો દારૂ-બિયરનો જથ્‍થો ભરેલ ટ્રક પકડી પાડી ટ્રક ડ્રાઇવર (૧) મહેશકુમાર પ્રભુદયાલ શર્મા ધંધો ડ્રાઈવિંગ રહે. ૧૫-ક ઈન્‍દ્રપ્રસ્‍થ કોલોની બીદારા, શાહપુરા,જયપુર (રાજસ્‍થાન) ને ઝડપી લીધો હતો.

પોલીસે ટ્રક નં. આરજે-પર-જીએ-૪૦૧ર માંથી મેકડોવેલ્‍સ નં.૧ ૭૫૦ એમ.એલ. પેટી નંગ- ૧૦૧ બોટલ નંગ- ૧૨૧૨ કિ.રૂ.- ૧૩,૩૩,૨૦૦/-, રોયલ સ્‍ટગ ૭૫૦ એમ.એલ. પેટી નંગ- ૬ર બોટલ નંગ- ૭૪૪ કિ.રૂ.- ૯,૬૭,૨૦૦/-, રોયલ સ્‍ટગ ૧૮૦ એમ.એલ. પેટી નંગ- ૧૦૦ બોટલ નંગ- ૪૮૦૦ કિ.રૂ. ૧૫,૬૦,૦૦૦/-, હેવર્ડસ બીયર ૫૦૦ એમ.એલ. બીયર ટીન નંગ- ૧૧૯૮ કિ.રૂ.- ૨,૬૩,૫૬૦/-, ટાટા કંપનીનુ ટેઈલર કિ. રૂ. ૧૦,૦૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ ૨ કિ રૂ ૨૫૦૦/- મળી કુલ પ૧.૪૮ લાખનો મુદામાલ કબ્‍જે કરી ભાડલા પોલીસ મથકમાં ગુન્‍હો દાખલ કર્યો હતો.

આ કાર્યવાહીમાં રાજકોટ ગ્રામ્‍ય રાજકોટ ગ્રામ્‍યના સાયબર ક્રાઈમ સેલ શાખના એ.એસ.આઈ જયવિરસિંહ રાણા, એલ.સી.બી શાખા રાજકોટ ગ્રામ્‍યના પો.હેડ.કોન્‍સ અનિલભાઈ ગુજરાતી, ભગીરથસિંહ જાડેજા, ધર્મેશભાઈ બાવળીયા, વાઘાભાઇ આલ, રસિકભાઇ જમોડ, પો.કોન્‍સ મનોજભાઇ બાયલ, મહીપાલસિંહ ચુડાસમા, વિજયભાઇ સિહાર, ભાડલા પો.સ્‍ટે. ના એ.એસ.આઇ અંકિતભાઈ ગામીત, પો.હેડ કોન્‍સ નીલેશભાઇ ઝાપડીયા,  જયેશભાઈ ચાવડા, ફુરકાનભાઇ ગીગાણી,  ડ્રા.પો.કોન્‍સ ગોવિંદભાઈ ધાંધળ તથા હરેશભાઇ ચાવડા જોડાયેલ હતા.

(12:03 PM IST)