<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th May 2025

જુનાગઢમાં મકાનમાં માંડવીના ભુક્કામાં સંતાડેલ સાડા ત્રણ લાખનો દારૂ-કાર કબ્‍જે આરોપી ફરાર

જુનાગઢઃ રેન્‍જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા  જિલ્લા ઇન્‍ચાર્જ પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સુચના તથા નાયબ પોલીસ અધિક્ષક જૂનાગઢ વિભાગ, હિતેષ ધાંધલ્‍યાના માર્ગદર્શન હેઠળ  તપાસ રાખવા સુચના થઇ આવેલ હોય જે અનુસંધાને જૂનાગઢ સી ડિવીજન પોલીસ સ્‍ટેશનના પ્રો.પોલીસ ઇન્‍સપેક્‍ટર  વી.જે.સાવજ સા. તેમજ સી ડિવિઝન પો.સ્‍ટે.ના પો.સ્‍ટાફના માણસો પો.સ્‍ટે. વિસ્‍તારમા પેટ્રોલીંગમા હતા દરમ્‍યાન  હકિકત આધારે જૂનાગઢ ગાંધીગ્રામ, લિરબાઇ પરા ફાટક પાસે રહેણાંક મકાનેથી ચોરી-છૂપીથી માંડવીના ભુક્કાની આડમાં સંતાળી રાખેલ વિદેશી દારૂની અલગ અલગ બ્રાની નાની-મોટી કુલ બોટલો નંગ-૨૧૪૨ જે કુલ કિ.રૂ. ૩,૪૫,૫૬૪/- સહિત કુલ કિ.રૂ.- ૬,૯૫,૫૬૪/-નો મુદ્દામાલ કબ્‍જે કરી  જૂનાગઢ ૅસીૅ ડિવિઝન પોલીસ સ્‍ટેશનના પ્રો. પોલીસ ઇન્‍સપેક્‍ટર  વિ.જે.સાવજ સા. તથા પો.હેડ કોન્‍સ. પી.જે.વાળા તેમજ કે.ડી.ઝણકાત તથા વિ.ડી.ડોડીયા તથા પો.કોન્‍સ. દિલીપભાઇ ડાંગર તથા દિનેશભાઇ જીલડીયા તથા મનીષભાઇ હુંબલ તથા સંજયભાઇ ચૌહાણ તથા ડ્રા.પો.હેડ કોન્‍સ. આર.કે.હરીયાણી વિગેરે પોલીસ સ્‍ટાફે સાથે રહી આ કામગીરી કરેલ છે.

(12:27 PM IST)