<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th May 2025

ભકિતનો નશો જીવનને ઉગારે, બીજા નશા નાશને નોતરે : પૂ.રમેશભાઇ ઓઝા

શ્રી સોમનાથ મહાદેવનાં સાનિધ્‍યમાં ત્રિવેણી નદી કિનારે ગોલકધામ મેદાનમાં આયોજીત શ્રીમદ્‌ ભાગવત સપ્‍તાહનો લાભ લેતા ભાવિકો

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૫: સોમનાથ ત્રીવેણી સંગમ નદી કિનારે ગોલકધામ મેદાનમાં પુ.ભાઈશ્રીની શ્રીમદ ભાગવત કથા દિવસે ગુજરાતભર માંથી હજારો શ્રૌતાજનો ઉમટી પડલ હતા ત્રણ કલાક સુધી ભકિતમય માહોલ વચ્‍ચે ભાગવતમાં શ્રાત્રાજને તરબોળ થઈ ગયેલ હતા ભાગવત કથાની સાથે સાથે જીવનના અનેક પ્રસંગોને યાદ કરેલ હતા. સોમનાથ ત્રીવેણી નદીની સામે ગોકલધામ મેદાનમાં પુ.ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની ભાગવત સપ્તાહના ત્રીજા દિવસે ગુજરાતભરમાંથી શ્રોતાજનો તેમજ દેશભરમાંથી આવેલા યાત્રીકો કથાનું રસપાન કરવા આવી પહોૅચેલ હતા ભાઈશ્રી એ જણાવેલ હતું કે ભકિતનો નશા જીવનને ઉગારે છે ઓલા બધા નશા તો નાશ નોતરે છે માણસ ગમે તેટલો તોફાન કરી પણ શાંતપણે એટલે સંત કહીએ ભાગવત જન જન સુધી પહોચે ભકિત પ્રદાન ગ્રંથ છે ભગવાનની મંગલમય કથામાં ત્રણ કલાક કયાં નિકળી જાય છે તે ખબર પણ પડતી નથી વર્ષો જુની પોથી અમારા માટે નિત્‍યક્રમ નવો હોય છે ભાગવતનો રસ વકતા મોઢેથી પીવડાવે શ્રોતાાઓ કાનથી પીવે સોમનાથની ભાગવત કથામાં ભકિતમય માહોલમાં શ્રોતાજનો કળષ્‍ણમય બની જાય છે.

સોમનાથ દાદાના સાનિધ્‍યમા વિશાળ સંખ્‍યામાં શ્રોતાજનો કથા રસપાન કરવા આવી પહોચે છે તા.૫ ને સોમવારે કળષ્‍ણ જન્‍મ હોય જેથી વિશેષ વ્‍યવસ્‍થાઓ કરાયેલ છે.

(12:29 PM IST)