News of Monday, 5th May 2025
આગાહી વચ્ચે કચ્છનું રાપર પંથક થયું પાણીપાણી: ગાજવીજ, કરા સાથે એકથી બે ઈંચ વરસાદ
ઘણી જગ્યાએ વરસાદ સાથે મોટા મોટા બરફ કરા પડ્યા: વરસાદને કારણે ઘણી જગ્યાએ પાણી વહી નીકળ્યા

(વિનોદ ગાલા દ્વારા ) ભુજ :રાજ્યના હવામાનમાં થયેલા એકાએક ફેરફાર વચ્ચે સરકાર દ્વારા લોકોને વાવાઝોડાની સંભાવના વચ્ચે સાવચેત રહેવાની અપીલ કરાઇ છે. આ દરમ્યાન આજે કચ્છના રાપર શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે છૂટોછવાયો વરસાદ પડ્યો છે. ઘણી જગ્યાએ વરસાદ સાથે મોટા મોટા બરફ કરા પડ્યા હતા. તો, છૂટોછવાયો એક થી બે ઈંચ વરસાદ પડી ગયો છે. વરસાદને કારણે ઘણી જગ્યાએ પાણી વહી નીકળ્યા હતા. ભારે ગરમી વચ્ચે વરસાદથી લોકોએ ઠંડક અનુભવી છે. (તસવીર: મુકેશ રાજગોર, રાપર)
(10:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
